નવી દિલ્હીઃ સલમાન ખાનની ફિલ્મ દબંગ 3ને લઈને જબરદસ્ત માહોલ બન્યો છે. હવે સલમાન ખાને ફિલ્મના વિલનનું નામ જાહેર કર્યું છે. સાઉથના એક્ટર કિચ્ચા સુદીપ ફિલ્મમાં વિલન બલ્લીની ભૂમિકા ભજવશે.

કિચ્ચાનો લુક પોસ્ટર શેર કરતાં સલમાને કેપ્શનમાં લખ્યું- વિલન જેટલો મોટો હશે, તેની સાથે લડવાની પણ એટલી જ મજા આવશે. કિચ્ચા સુદીપ દબંગમાં બલ્લીની ભૂમિકામાં હશે. #KicchaSudeepInDabangg3.


સલમાન ખાને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલનું નામ બદલીને ચુલબુલ પાંડે કરી નાંખ્યું છે. ‘દબંગ 3’નું ડિરેક્શન પ્રભુદેવા કરી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે સોનાક્ષી સિન્હા અને અરબાઝ ખાન મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મથી મહેશ માંજરેકરની દીકરી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. ફિલ્મ 20 સપ્ટેમ્બર 2019ના રોજ રિલીઝ થશે.