દયાભાભી ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ સીરિયલમાં ક્યારે પરત ફરશે? જાણો દયાભાભીએ શું આપ્યો જવાબ
હાલ તે પોતાના પર્સનલ કમિટમેન્ટ પર વધારે ફોક્સ કરવા માગે છે. પરંતુ અમે પણ હાર નથી માની. અમે બધી જ કોશીશ કરી રહ્યા છે કે તે જલ્દી શોમાં પરત આવે. તે અમારા શોનો મુખ્ય હિસ્સો છે.
પ્રોડક્શન હાઉસના સુત્રોના જણાવ્યા પ્રમાણે, અમે દીશાની સાથે સંપર્કમાં છીએ. પરંતુ હજુ સુધી તેની તરફ કોઈ જવાબ મળ્યો નથી. તેની પુત્રી હજુ નાની છે આ માટે અમે પણ તેની મજબુરી સમજી છીએ.
થોડા દિવસો પહેલા દિશાએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની પુત્રી સ્તૃતિનો પહેલો ફોટો શેર કર્યો હતો. જેમાં 7 મહીનાની સ્તૃતિ પિંક કપડામાં લપેટી હતી. થોડા પહેલા દિશા પોતાના પરિવારની સાથે તિરૂપતિ બાલાજી ગઈ હતી. જેની તસવીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
દિશા ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મેટરનિટી લીવ પર ગઈ હતી 30 નવેમ્બરે તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ એવી માહિતી આવી કે તે હવે ક્યારે પણ શોમાં પરત ફરવાની નથી. પરંતુ થોડા સમય માટે તેણે કમબેક કર્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે પરત ફર્યા બાદ તેણે મેકર્સને પુત્રીનો હવાલો આપીને મેટરનિટી લીવને આગળ વધારવાનું કહ્યું હતું.
તેણે ઈસ્ટાગ્રામ પર દયાબેનના ગેટઅપમાં એક ફોટો પોસ્ટ કરતાં લખ્યું હતું, દરેક ચાહકો મને શોમાં પરત ફરવા માટે કહી રહ્યા છે, હું પોતે પણ શોને બહુ જ મીસ કરી રહ્યું છું, હું શોમાં જરૂર પરત ફરવા માંગીશ. પરંતુ હાલ પરિસ્થિતિ મારા ફેવરમાં નથી? મને સમજવા અને સપોર્ટ કરવા માટે તમારો આભાર. મને આવી જ રીતે પ્રેમ કરતા રહો અને જોતા રહો તારક મહેતા....
મુંબઈ: ફેમસ કોમેડી શો ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’માં દયાબેનના પાત્રથી પોપ્યુલર થયેલ દીશા વાકાણી ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનાથી શોમાં જોવા મળી નથી. તેમના ચાહકો રાહ જોઈને બેઠા છે. મેટરનિટી લીવ પર ગયેલ દીશા વાકાણી ક્યારે શોમાં પરત ફરશે તેનો ખુલાસો દયાભાભી પોતે જ કર્યો હતો.