Daljeet Kaur Passes Away: પંજાબી એક્ટ્રેસ દલજીત કૌર (Daljeet Kaur)નુ ગુરુવારે પંજાબના લુધિયાણા (Ludhiana) જિલ્લામાં નિધન થઇ ગયુ છે. તેમને ઘણી સુપરહિટ પંજાબી ફિલ્મો આપી છે, તેની ગણતરી પંજાબની મુખ્ય એક્ટ્રેસમાં કરવામાં આવી હતી. દલજીત કૌરે 69 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેને સુધરમાં સ્થિતિ આવેલા તેના ચચેરા ભાઇના ઘરે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન પર પંજાબી ફિ્લ્મ ઇન્ડસ્ટ્રી સહિતના સ્ટાર્સે શોક વ્યક્ત કર્યો છે અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. તેમના ચચેરા ભાઇ હરિંદર સિંહ ખંગુરાએ બતાવ્યુ કે, તેમને અંતિમ સંસ્કાર પણ કરી દેવામા આવ્યો છે. 


બ્રેઇન ટ્યૂમરથી પીડિત હતા એક્ટ્રેસ દલજીત કૌર 
69 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહેનારી એક્ટ્રેસ દલજીત કૌર છેલ્લા કેટલાય સમયથી બિમાર હતા, તેઓ છેલ્લા 3 વર્ષથી બ્રેઇન ટ્યૂમર સામે લડી રહી હતી. તેમને ચચેરા ભાઇ હરિંદર સિંહ ખંગુરા અનુસાર, એક્ટ્રેસ છેલ્લા ત્રણ વર્ષથી બ્રેઇન ટ્યમૂરથી પીડિત હતી અને છેલ્લા એક વર્ષથી કોમામાં હતી. ખાસ વાત છે કે દલજીત કૌર એક એક્ટ્રેસ હોવા ઉપરાંત કબડ્ડી અને હૉકીમાં પણ ખેલાડી રહી ચૂકી હતી.






આવી રહી દલજીત કૌરની ફિલ્મી કેરિયર 
દિલ્હીના લેડી શ્રી રામ કૉલેજમાં સ્નાતક સુધી અભ્યાસ કર્યા બાદ દલજીત કૌરે 1976 માં ‘દાજ’ ફિલ્મથી પોતાની એક્ટિંગ કેરિયર શરૂ કરી હતી. દલજીત કૌરે 10 થી વધુ ફિલ્મમો કામ કર્યુ હતુ, જ્યારે પંજાબીમાં 70 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકી હતી. તેને કેટલીય હિટ ફિલ્મો આપી, જેમાં ‘પૂત જટ્ટા દે' (1983), ‘મામલા ગડબડ હૈ’ (1983), ‘કી બનૂ દુનિયા દા’ (1986), ‘પટોલા’ (1988) અને ‘સઇદા જોગન’ (1979) સામેલ છે.