✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બિગ બોસના આ Ex કંટેસ્ટંટની પત્નીએ તેને કાઢી મૂુક્યો ઘરની બહાર, લગ્ન વિષે બહાર આવ્યું ચોંકાવનારું સત્ય

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Apr 2017 01:37 PM (IST)
1

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શિવાની તેને આખા ઘરનો ઉપયોગ કરવા દેતી નહોતી. દીપક માત્ર એક જ રૂમમાં રહેતો હતો. પરંતુ હવે તો દીપકને ઘર બહાર જ કાઢી મુકવામાં આવ્યો છે. દીપક હાલ પોતાના મિત્ર સાથે પીજીમાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, શિવાનીને જ્યારે જાણ થઈ કે દીપકનું એક યોગા ઈન્સ્ટ્રક્ટર સાથે અફેર છે ત્યારે બન્ને વચ્ચે ઝઘડાની શરૂઆત થઈ હતી. સૂત્રોનું માનીએ તો તેમની દિકરી સમારા હવે 20 વર્ષની થઈ ગઈ છે. આથી તેનો પણ વળતર પર કોઈ અધિકાર રહેતો નથી. ઉલ્લેખનીય છે કે, શિવાનીએ પોતાના અને દીકરીને ગુજરાન ચલાવવા માટે વળતર માગ્યું હતું.

2

મુંબઈઃ બિગ બોસના એક્સ કંટેસ્ટંટ અને ફિલ્મ 'જો જીતા વહી સિકંદર', 'ખિલાડી' અને 'સડક' જેવી ફિલ્મોથી જાણીતા બનેલા દીપક તિજોરીની પત્નીએ તેને ઘર બહાર કાઢી મુક્યો છે. 55 વર્ષીય દીપક હાલ પોતાની પર્સનલ લાઈફને લઈ કોઈ વાત કરવા માગતો નથી. દીપકે ફેશન ડિઝાઈનર શિવાની સાથે લગ્ન કર્યા છે. આ શિવાનીના બીજા લગ્ન છે. બન્નેને સમારા તિજોરી નામની 20 વર્ષીય દીકરી પણ છે. દીપક અને તેની પત્ની વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.એક જાણીતી વેબસાઈટના રિપોર્ટ મુજબ, શિવાની અને દીપક ગોરેગાંવના એક ફ્લેટમાં રહેતા હતા. થોડા સમય પહેલા જ શિવાનીએ દીપકની બહાર કાઢી મૂક્યો હતો સાથે જ શિવાનીએ ડિવોર્સ ફાઈલ કરીને વળતરની પણ માગ કરી હતી.

3

દીપક પાસે કામ ના હોવાને કારણે તે તેને વળતર આપવાની હાલતમાં નહોતો. આ દરમિયાન જ્યારે તેમણે પોતાના સલાહકાર સાથે વાત કરી ત્યારે એક ચોંકાવનારો ખુલાસો થયો. આ સમયે દીપક તિજોરીને જાણ થઈ કે તેની કાયદાકીય પત્ની જ નથી, કારણ કે દીપક તો શિવાનીનો બીજો પતિ છે. દીપક પહેલા શિવાનીએ પહેલા પતિ સાથે ડિવોર્સ પણ લીધા નહોતા. આ હિસાબે દીપક અને તેના લગ્ન અમાન્ય છે.

  • હોમ
  • મનોરંજન
  • બિગ બોસના આ Ex કંટેસ્ટંટની પત્નીએ તેને કાઢી મૂુક્યો ઘરની બહાર, લગ્ન વિષે બહાર આવ્યું ચોંકાવનારું સત્ય
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.