દીપિકાએ અક્ષય કુમારની કઈ ચેલેન્જ ઉપાડીને મૂક્યો વીડિયો?
દીપિકાએ સોશ્યલ મીડિયા પર બુમરેંગ વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં પોતાના હાથોમાં એક સેનેટરી નેપકીન છે. વીડિયોની સાથે દીપિકાએ લખ્યું છે કે- મને ટેગ કરવા માટે તમારો આભાર અક્ષય કુમાર. હા મારા હાથોમાં પેડ છે અને તેમાં શરમાવવાની કોઇ વાતનથી. આ સ્વાભાવિક છે. આની કૉપી પૉસ્ટ કરો અને પોતાના મિત્રોને પેડની સાથે એક ફોટો ખેંચવા માટે ચેલેન્જ આપો. હું બેડમિન્ટન અને ઓલમ્પિક મેડલ વિજેતા પી.વી.સિંધુને ચેલેન્જ કરું છે.
આ પહેલા પેડમેન ચેલેન્જને આલિયા ભટ્ટે પણ સ્વીકારી હતી અને તેને ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કર્યો હતો. ફોટા દરમિયાન તે એક્સરસાઇઝ કરતી દેખાઇ રહી છે. આલિયાના હાથોમાં સેનેટરી પેડ છે. તેને સોફી ચૌધરી, યાસમીન કરાચીવાળા અને પૂર્ણા પટેલને આ ચેલેન્જ માટે નોમિનેટ કર્યા હતા.
આ કડીમાં દીયા મિર્ઝા પણ સામેલ છે, દિયા મિર્ઝાએ પણ હાથોમાં સેનેટરી પેડ સાથેનો ફોટો શેર કર્યો હતો.
અક્ષયની સેનેટરી પેડ ચેલેન્જરને સૌથી દિગ્ગજ એક્ટર અનિલ કપૂરે પણ સ્વીકારી લીધી, તેમને પણ પોતાનો સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર સેનેટરી પેડ સાથેનો ફોટો શેર કર્યો હતો.
મુંબઇઃ અક્ષયકુમારી ફિલ્મ પેડમેન 9 ફેબ્રઆરીએ રિલીઝ થવાની છે. આ પહેલા સોશ્યલ મીડિયા પર અક્ષય કુમારનું એક કેમ્પેન ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. આ કેમ્પનનું નામ છે 'પેડમેન ચેલેન્જ'. આ ચેલેન્જ અંતર્ગત લોકો હાથોમાં સેનેટરી પેડ લઇને પોતાનો ફોટો સોશ્યલ મીડિયામાં શેર કરે છે.
બૉલીવુડ એક્ટર અર્જૂન કપુરે પણ બાદમાં ચેલેન્જ એક્સેપ્ટ કરીને સેનેટરી પેડ સાથે ફોટો વાયરલ કર્યો હતો.
પદ્માવતના ડિરેક્ટરનો વિરોધ કરનારી સ્વરા ભાસ્કરે પણ અક્ષય કુમારની ચેલેન્જ એક્સેપ્ટ કરીને સેનેટરી પેડ સાથેનો ફોટો શેર કર્યો હતો.
દિગ્ગજ એક્ટર આમિર ખાને પણ સેનેટરી પેડ લઇને પોતાનો ફોટો શેર કર્યો હતો. આમિરે ટ્વીટ દરમિયાન લખ્યું છે, 'આભાર, ટ્વીકંલ, હા, મારા હાથોમાં પેડ છે અને તેમાં કોઇ શરમ નથી. હું આ ચેલેન્જ અમિતાભ, શાહરૂખ અને સલમાનને આપી રહ્યો છું.
હવે અક્ષયની પેડમેને ચેલેન્જને પદ્માવતની એક્ટ્રેસ દીપિકા પાદુકોણે સ્વીકારીને પુરી કરી છે. દીપિકા પાદુકોણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હાથોમાં સેનેટરી પેડ લઇને એક વીડિયો પૉસ્ટ કર્યો છે. કેમકે અક્ષય કુમારે દીપિકાને સેનેટરી પેડ સાથેનો ફોટો પૉસ્ટ કરવાની ચેલેન્જ આપી હતી.
આ સિવાય સોનમ કપૂરે પણ અક્ષયની આ ચેલેન્જને એક્સેપ્ટ કરીને, તેને સેનેટરી પેડનો ફોટો શેર કર્યો હતો.