દીપિકા અને રણવીરના લગ્ન કન્ફોર્મ, જાણો ક્યાં ને ક્યારે યોજાશે અને કેટલા લોકોને અપાશે આમંત્રણ
દીપિકા અને રણવીરના લગ્નની તારીખ નક્કી થતાં બન્ને સ્ટાર્સને શુભેચ્છા મળવાની શરૂ થઇ ગઇ છે. આ લિસ્ટમાં સૌથી પહેલુ નામે કબીર બેદીનું છે. તેને લખ્યું, Great couple! Great locale in Italy! Great event!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં જ બન્ને સ્ટાર્સે હૉલીડે મનાવવા વિદેશ ગયા હતા. તેમની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ હતી.
દીપિકા અને રણવીરે પોતાના સંબંધને ક્યારેય ઓફિશિયલી નથી કર્યું, પણ અફવાઓનું માનીએ તો બન્ને 2013થી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. દીપવીરના નામથી ફેન્સની વચ્ચે ફેમસ થયેલી આ જોડીની સાથે ગોલીયો કી રાસલીલાઃ રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવતમાં સાથે કામ કર્યું છે.
ઇટાલીમાં લગ્ન બાદ બન્ને સ્ટાર્સ બૉલીવુડમાં પોતાના બધા મિત્રોને મુંબઇમાં એક ગ્રાન્ડ રિસેપ્શન આપશે.
દીપિકા અને રણવીર પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ઇટાલીમાં લગ્ન કર્યા હતા. દીપિકાના નજીક વ્યક્તિએ જણાવ્યું કે, દીપિકાએ ઇટાલી ખુબ ગમે છે, આ કારણે એક્ટ્રેસે ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કર્યો છે.
રિપોર્ટ અનુસાર તેમને ઇટાલીમાં લેક કોમોમાં આ બધુ ફાઇનલ કર્યુ છે.
મુંબઇઃ બૉલીવુડ સ્ટાર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની તારીખ નક્કી થઇ ગઇ છે, બન્ને 20 ડિસેમ્બરે લગ્નનાં બંધનમાં બંધાઇ જશે. ફિલ્મફેરના રિપોર્ટ અનુસાર આ લગ્ન ઇટાલીમાં યોજાશે. રિપોર્ટમાં સુત્રોના હવાલાથી લખ્યું છે કે રણવીર અને દીપિકાના લગ્ન સંબંધિત બધી તૈયારી શરૂ થઇ ચૂકી છે. ડ્રિમ વેડિંગમાં માત્ર 30 સિલેક્ટેડ મહેમાનોને જ બોલાવવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -