વાંઢા સલમાન ખાનને આ બોલિવૂડ એક્ટ્રેસે કહ્યું ક્યારે પિતા બનવું છે? સામેથી આપ્યો હટકે જવાબ
abpasmita.in | 14 Jan 2020 08:13 AM (IST)
આ વખતે રીઅલ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ પણ બિગ બોસમાં પહોંચી હતી.
નવી દિલ્હીઃ દીપિકા હાલમાં JNU અને પોતાની ફિલ્મ છપાકના કારણે ખુબ ચર્ચામાં છે. એ સિવાય ફિલમના પ્રમોશન માટે તે બિગ બોસમાં પણ પહોંચી હતી. બિગ બોસના સેટ પર સલમાન ખાન અને દીપિકા પાદુકોણે ખૂબ મસ્તી કરી હતી. એ દરમિયાન દીપિકાએ સલમનાને એક જોરદાર પ્રશ્ન પૂછ્યો હતો અને સામે સલમાને પણ હટકે જવાબ આપ્યો હતો. આ વખતે રીઅલ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ પણ બિગ બોસમાં પહોંચી હતી. લક્ષ્મી અગ્રવાલ સાથે વાત કરતા સલમાન ખાને દીપિકા પર ટાર્ગેટ કરતાં કહ્યું કે, મારી ગેરેંટી છે કે એક લક્ષ્મી દીપિકાને જાતે જ ઘરે લાવશે અને બીજી લક્ષ્મી દીપિકાના ઘરે આપી દેશે. સલમાનની મજાની પ્રતિક્રિયા આપતાં દીપિકાએ કહ્યું કે, સલમાન, તું પહેલા લગ્ન કરી લે. જવાબમાં સલમાને કહ્યું કે મેડમ, બાળકનું લગ્ન સાથે શું લેવા દેવા છે. ત્યારે દીપિકાએ કહ્યું - તો લગ્ન ન કરો, તમે તો પહેલાં બાળકોને જન્માવી લો. સલમાન ખાને આનો રમૂજી જવાબ આપ્યો અને કહ્યું - પહેલા મને યુવાન થવા દો ત્યારપછી હું બાળકોને માટે વિચારીશ. મારા રમવા અને કૂદકાના દિવસો છે. બિગ બોસના સેટ પર સલમાન ખાન અને દીપિકા પાદુકોણે ફ્રૂટ કચુંબર કાપીને દર્શકોને ખવડાવ્યા. બિગ બોસ વિશે વાત કરીએ તો દીપિકા-વિક્રાંત અને લક્ષ્મી ઘરની અંદર જતા પરિવારના સભ્યો સાથે રમતો રમે છે. એક કાર્યમાં સ્પર્ધકોએ એકબીજાની કોપી રપી અને એપિક સેન્સને રિક્રિએટ કરવાનો હતો. આ ટાસ્ક જીતેલી ટીમને મોટી ભેટ મળી. તે બધા થોડા સમય માટે દીપિકા સાથે ઘરની બહાર સવારી કરવા નીકળ્યા હતા.