સ્નેહાએ દીપિકાની વેબસાઈટ પર લખ્યું, “શું તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જેની હાજરી એક પ્રેમભર્યા હગ (ભેટવું) અને ગરમ કોકોઆ કપ જેવી હોય? કોઈ એવી વ્યક્તિ જેની સાથે કલાકો વાતો કરી શકો છો. જેની આંખમાં દયાભાવ હોય. તેની નજર તમારા પડે અને તમારા માટે એની આંખમાં ચિંતા દેખાય. કોઈ એવી વ્યક્તિ જે ખૂબ ઓર્ગેનાઈઝ્ડ હોય. જે તમારું ઘર ખુશીઓથી ભરી દે. શું તમે એવી વ્યક્તિને ઓળખો છે જે ચોરી કરે. મતલબ કે, દેશ-વિદેશમાં ટ્રાવેલ કરે ત્યારે તમારી પસંદગીના શેમ્પૂની બોટલો લઈને આવે કારણકે એ બોટલ તમને ખૂબ પસંદ છે. આ છે મારી ડાર્લિંગ દોસ્ત દીપિકા પાદુકોણ. હું ભાગ્યશાળી છું કે તું મારી સાથે છે.”
સ્નેહા પહેલા રણવીર સિંહ, મેઘના ગુલઝાર અને ઈમ્તિયાઝ અલી પણ દીપિકા વિશે ઘણી વાતો લખી ચૂક્યા છે. જણાવી દઈએ કે, દર મહિને દીપિકાની એક નજીકની વ્યક્તિ તેના વિશે તેની વેબસાઈટ પર લખે છે. વર્કફ્રંટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ મેઘના ગુલઝારની ફિલ્મ ‘છપાક’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે એક્ટર વિક્રાંત મેસ્સી જોવા મળશે. આ ફિલ્મ દીપિકાના કરિયરની સૌથી ચેલેન્જિંગ ફિલ્મ છે. જેમાં તે એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલની ભૂમિકા નિભાવશે.