મુંબઈઃ બોલીવુડનું સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કમેંટ્સ અને લાઇક કરતા રહે છે. રણવીર સિંહ ફેંસ સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટ કરતો હતો ત્યારે દીપિકા પાદુકોણે કરેલી કોમેન્ટ ચર્ચામાં છે. દીપિકાની કોમેન્ટ જોઈ ફેન્સ ચોંકી ગયા હતા.
દીપિકાએ રણવીરના લાઇવ વીડિયો પર કમેન્ટ કરી ગાય ડેડી. દીપિકાના ફેંસ આ કેમેન્ટ પર અનેક પ્રકારની અટકળો કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે દીપિકા પ્રેગ્નેન્ટ છે.
દીપિકાની પ્રેગ્નેન્સીના અહેવાલ કાન્સ 2019 દરમિયાન પણ ચાલી હતી. ત્યારે તેની એક તસવીર પર ફેન્સે આ પ્રકારની અટકળો લગાવી હતી. બાદમાં દીપિકાએ આ ખબરોને અફવા ગણાવી હતી.
ફિલ્મ 83માં દીપિકા કપિલ દેવની પત્નીનો રોલ કરશે. રણવીર સિંહે તેના બર્થ ડે પર 83નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો હતો. આ લુકમાં રણવીર સિંહ કપિલ દેવ જેવો નજરે આવી રહ્યો છે. આ ફિલ્મ 1983ના વર્લ્ડકપ પર આધારિત છે. દીપિકા ફિલ્મ છપાકમાં એસિડ સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનો રોલ કરી રહી છે.
શાસ્ત્રીની હેડ કોચ તરીકે પસંદગી પર ભડક્યા ફેન્સ, સોનિયાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા સાથે કરી તુલના
દીપિકા પાદુકોણ પ્રેગ્નેન્ટ છે? રણવીર સિંહના લાઈવ ચેટમાં શું જાણવા મળ્યું? જાણો વિગત
abpasmita.in
Updated at:
17 Aug 2019 03:05 PM (IST)
રણવીર સિંહ ફેંસ સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટ કરતો હતો ત્યારે દીપિકા પાદુકોણે કરેલી કોમેન્ટ ચર્ચામાં છે. દીપિકાની કોમેન્ટ જોઈ ફેન્સ ચોંકી ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -