નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણ આજે પણ પોતાના એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરની સાથે સારી મિત્રતા ધરાવે છે. આ જ કારણ છે કે બન્ને ભલે પડદા પર સાથે જોવા ન મળતા હોય પરંતુ કોઈ ઈવેન્ટમાં તેમની વચ્ચેનું બોન્ડિંગ જોવા મળે છે. આ જ કારણ છે કે દીપિકા જ્યારે ન્યૂયોર્કમાં ગઈ તો તે રણબીરના માતાપિતા ઋષિ કપૂર અને નીતૂ કપૂરને મળવાનું ન ભૂલી. આ દરમિયાનની તસવીર સોશિયલ મીડિયા પર આવી તો ફેન્સને તે ખૂબ પસંદ પડી.

ન્યૂયોર્કમાં આયોજીત મેટ ગાલામાં શાનદાર એન્ટ્રી પછી જ્યારે દીપિકાને થોડો સમય મળ્યો તરતજ ઋષિ કપૂરને મળવા પહોંચી ગઇ હતી. દીપિકાને જોતા જ સ્વાભાવિક છે કે ઋષિ કપૂર અને નીતુ સિંહ ખુબજ ખુશ થયા હતા. આ ખાસ પળોની તસવીરો નીતૂ કપૂરે સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. આ ખુશીના પળને નીતૂ કપૂર અને રણબીરની બહેન રિદ્ધિમાએ ખાસ અંદાજમાં રજૂ કર્યા હતા.



વાત જાણે એમ છે કે દીપિકા અને રણબીરની બહેન રિદ્ધિમાએ એક બ્રેસલેટ ગિફ્ટ આપ્યુ છે. દીપિકાએ આ તસવીરો શેર કરી છે. કેપ્શનમાં લખ્યુ છે કે દુવાઓ અને પ્યાર સાથે એક નાનકડી ભેટ. આ તસવીરોમાં દીપિકા ઋષિ કપૂર અને નીતુ સિંહ ખુશખુશાલ લાગી રહ્યા હતા.


હાલ ઋષિ કપૂર ન્યુયોર્કમાં સારવાર લઈ રહ્યા છે. ઋષિ કપૂરની બીમારીને લઈને ફિલ્મમેકર રાહુલ રવૈલે ખુલાસો કર્યો હતો કે તેમને કેન્સર થયુ છે. જો કે હવે સારવાર બાદ તેઓ કેન્સર સામે લડાઈ જીતી ચુક્યા છે.

ગંભીર બીમારી સામે લડ્યા પછી ઋષિ કપૂરે પણ સ્વીકાર્યુ હતુ કે તેમને કેન્સર થયુ હતુ જેની સારવાર તેઓ ન્યુયોર્કમાં કરાવી રહ્યા છે. ઋષિ કપૂરે એક ઈન્ટરવ્યૂમાં પોતાની આ લડાઈનો અનુભવ વર્ણવ્યો હતો.