ઇટાલીમાં યોજાઈ દીપિકા-રણવીરની સંગીત સેરેમની, પ્રથમ તસવીર આવી સામે
દીપિકાના હેર સ્ટાઇલિસ્ટ ગેબરિયલ બ્લેક આઉટફિટમાં નજર આવી રહ્યા છે.
દીપિકા-રણવીરની મહેંદી અને સંગીત સેરેમની દરમિયાન મ્યૂઝિકલ એમ્બિયન્સ ક્રિએટ કરવામાં આવ્યું છે. સૂફી અને પંજાબી ગીતોની મહેફિલ સજાવવામાં આવી છે. દીપિકાની મેકઅપ આર્ટિસ્ટ શાલી નથાની, ટ્રેનર નેમ ઇટાલીમાં છે. તેની તસવીર સોશિયલ મીડિયા પર આવી છે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નને માત્ર એક દિવસ બાકી છે. ત્યારે લગ્નનું ફંક્શન આજથી શરૂ થઈ ગયું છે. આજે દીપિકા રણવીરની સંગીત સેરેમની છે. જેની તસવીર સામે આવી છે.
રણવીર અને દીપિકાના શાહી લગ્ન 14 અને 15 નવેમ્બરે યાજાવાના છે. 14 નવેમ્બરે કોંકણી રીતિ રિવાજ અને 15 નવેમ્બરે સિંધી રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરશે.
રણવીર-દીપિકા જ્યાં લગ્ન કરી રહ્યા છે ત્યાં કોઈને પણ તસવીરો લેવાની પરવાનગી નથી. એ જ કારણે વેડિંગ વેન્યૂથી કોઈજ તસવીર સામે આવી નથી. આ વાતની જાણકારી રણવીર સિંહની સ્ટાઇલિસ્ટ નિતાશા ગૌરવે સોશિયલ મીડિયા પર આપી છે.