Deepika Padukone On Ranveer Singh:દીપિકા પાદુકોણની ફિલ્મ ગેહરાઇયાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. તે આ દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગેહરૈયાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં દીપિકાની સાથે અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કારવા લીડ રોલમાં જોવા મળશે. હાલ દિવસોમાં દીપિકા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. દીપિકાની સાથે તેનો પતિ રણવીર સિંહ પણ સોશિયલ મીડિયા પર ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. દીપિકાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે અને તેનો પરિવાર રણવીરથી ઘણો અલગ છે. પરંતુ રણવીરના કારણે તે ઘણું બધું કરી શકી છે. તેણે કહ્યું કે તે અને તેનો પરિવાર ઘણી વખત તેમની લાગણી વ્યક્ત કરવામાં અસમર્થ છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં રણવીર સિંહ વિશે વાત કરતા દીપિકા પાદુકોણે કહ્યું કે , મને લાગે છે, કારણ કે તેનામાં મારો ચીયર લીડર છે. જેના કારણે હું બોલ્ડ પસંદગીઓ કરી શકી છું. મને પણ એવું જ ફીલ કરું છું પરંતુ હું તેનાથી બહું ઓછી એક્સપ્રેસિવ છે.. રણવીર એવા લોકોમાંથી એક છે જે તેને અનુભવે છે અને તેને વ્યક્ત કરવામાં સક્ષમ છે. તે આલિંગન અને ચુંબન દ્વારા તેની લાગણીઓ વ્યક્ત કરે છે. હું અને મારો પરિવાર અલગ છે. અમે મહેસૂસ કરીએ છીએ. કે અમે ખૂબ જ સંવેદનશીલ અને છીએ પરંતુ તેના જેવા એક્પ્રેસિવ નથી.
રણવીરની આ ફિલ્મો મને ખૂબ જ પસંદ છે
રણવીર સિંહની મનપસંદ ફિલ્મો વિશે વાત કરતાં દીપિકાએ કહ્યું કે, બેન્ડ બાજા બારાત. મેં તેની ગલી બોય, લુટેરા અને બીજી બધી ફિલ્મો જોઈ છે. અમે ત્રણ ફિલ્મો એકસાથે કરી છે પરંતુ તેમની ફિલ્મોમાં એક અલગ જ નિર્દોષતા છે જે તેમના અભિનયમાં પ્રતિબિંબિત થાય છે. તેમની ફિલ્મમાં બેન્ડ બાજા બારાતી મને ખૂબ જ પસંદ છે.
તાજેતરમાં જ બંને ફિલ્મ 83માં જોવા મળ્યાં હતા. આ ફિલ્મ ઘણી લોકપ્રિય બની હતી. ગહરાઇયાંની વાત કરીએ તો આ ફિલ્મ 11 ફેબ્રુઆરીએ એમેજોન પ્રાઇમ પર રિલીઝ થવા જઇ રહી છે.