એક ઈન્ટરવ્યૂમાં જ્યારે દીપિકાને પુછવામાં આવ્યું કે તમે તમારી બોલિવૂડ સક્સેસ અને #MeToo અભિયાન વિશે જણાવો. ત્યારે દીપિકા થોડી અકળાઈ ગયેલી જોવા મળી હતી અને તેણે ક્રિકેટની રમત પર આકરા પ્રહારો કર્યા હતા.
મીટૂ સવાલનાં જવાબમાં દીપિકાએ કહ્યું કે, આવા સવાલ શા માટે એક્ટરને જ પૂછવામાં આવે છે. કેમ કોઈ ક્રિકેટર કે પછી સ્પોર્ટ પર્સનને પુછવામાં આવતો નથી. શું બોલિવૂડમાં જ આ ઘટના બને છે. બધી જગ્યાએ સ્ત્રીને શોષણનો સામનો કરવો પડે છે. જાતીય શોષણ માત્ર ફિલ્મ ઉદ્યોગમાં જ નથી થતું પરંતુ દરેક જગ્યાએ આ પરેશાની થઈ રહી છે. આ વાતને બધી જગ્યાએથી ખત્મ કરી નાખવી જોઈએ.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ છપાકમાં જોવા મળવાની છે. આ ફિલ્મ મેઘના ગુલઝારે ડાયરેક્ટ કરી છે. આ સિવાય તે ફિલ્મ 83માં પતિ રણવીર સિંહ સાથે પણ જોવા મળવાની છે. આ બંન્ને ફિલ્મ 2020માં રિલીઝ થશે.