ફિલ્મ 'કાલા'ને લઈ રજનીકાંતની મુશ્કેલીમાં વધારો, 101 કરોડ રૂપિયાની માનહાનિની મળી નોટિસ
ફિલ્મને પહેલા કાવેરી જલ વિવાદના ચાલાતા કર્ણાટકમાં બેન કરવાની વાત કરવામાં આવી અને હવે એક શખ્સે રજનીકાંતને લીગલ નોટીસ મોકલી મુશ્કેલીમાં મુકી દિધા છે. આ શખ્સનો દાવો છે કે કાલા તેના પિતાની લાઈફ પર બેસ્ડ છે અને તેના કારણે તેણે 101 કરોડ રૂપિયાની માનહાનિનો દાવો પણ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે એમ પણ કહ્યું કે એવું લાગી રહ્યું છે કે આ બધુ કોઈ પોલિટિકલ એજંડાને ધ્યાનમાં રાખી નીચલી જાતિના અધિકારોના હનન માટે કરવામાં આવી રહ્યું છે. મારા પિતાનું નામ અલગ-અલગ ઈન્ટરવ્યૂ આપી મીડિયામાં ઉછાળવામાં આવી રહ્યું છે. આ બધુ રજનીકાંત ઉચ્ચ વર્ગ અને અમીરોનો સાથ મેળવવા કરી રહ્યા છે, જેના કારણે સમાજમાં અમારી સામાજિક છબી ખરાબ કરવામાં આવી રહી છે.
મુંબઈ: સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'કાલા' આ વર્ષની સૌથી મોસ્ટ એવેટેડ ફિલ્મ છે. છેલ્લા ઘણા સમયથી વારંવાર ચર્ચામાં રહ્યા બાદ આખરે ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ રહી છે, પરંતુ ફિલ્મ કાલાને લઈને રજનીકાંતની મુશ્કેલી ઓછી થતી નથી દેખાઈ રહી.
અભિનેતા રજનીકાંતને નોટિસ મોકલનાર શખ્સ એસ તિરાવિમનો પુત્ર જવાહર નાડર છે. જવાહરની વાત મુજબ ફિલ્મ કાલા તેના પિતા એસ તિરાવિમની લાઈફ પર બેસ્ડ છે. જવાહરનો દાવો છે કે આ ફિલ્મ તેમના પિતાનું નામ ખરાબ કરવાના ઈરાદે બનાવવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -