ઈન્દોરના મધ્યપ્રદેશના મિડલ ક્લાસ પરિવારમાં જન્મેલાં લતા મંગેશકર ભારતના સૌથી અમીર સિંગર્સમાંથી એક હતાં. અનેકે તેમની તુલના માતા સરસ્વતી સાથે પણ કરતાં હતાં. લતાજીએ પિતાના અવસાન બાદ પરિવારનું ગુજરાન ચલાવવા માટે સિંગિંગ કરિયર શર કરી હતી. પહેલીવાર લતાજીને વર્ષ 1942માં મરાઠી ફિલ્મ 'કિતી હસાલ'માં ગીત ગાયું હતું. આ ગીત માટે લતાજીને 25 રૂપિયા મળ્યાં હતાં. 25 રૂપિયાથી કમાણીની શરૂઆત કરનાર લતાજી અવસાન બાદ પરિવાર માટે 370 કરોડની સંપત્તિ મૂકીને ગયાં છે.
લતા મંગેશકરની કુલ સંપત્તિની વાત કરીએ તો તેમની સંપત્તિ લગભગ 50 મિલિયન ડોલરની આસપાસ છે જે ભારતીય રૂપિયામાં જોઈએ તો 368 કરોડ રૂપિયા છે. તેમણે અધિકાંશ કમાણી પોતાના ગીતોની રોયલિટીથી કરી હતી. આ ઉપરાંત, તેમણે ઘણી જગ્યાઓ પર રોકાણ પણ કરી રાખ્યું હતું.
લતા મંગેશકર પાસે કારોનું શાનદાર કલેક્શન હતું કારણ કે, તેમને પોતાની ગેરેજમાં શ્રેષ્ઠ અને સ્ટાઈલિશ કાર રાખવાનો શોખ હતો. મંગેશકરે ઘણા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેઓ કારના ખૂબ જ વધારે શોખીન છે. લતા દીદીએ જણાવ્યું હતું કે, તેમણે સૌ પ્રથમ એક Chevrolet ખરીદી હતી. તેમણે આ કાર ઈન્દોરથી ખરીદી હતી. તેમણે આ કાર પોતાની માતાના નામથી ખરીદી હતી ત્યાર બાદ તેમના ગેરેજમાં Buick કાર પણ આવી. તેમની પાસે Chrysler કાર પણ હતી. લતા દીદીને યશ ચોપડાએ ગિફ્ટમાં મર્સિડીઝ કાર આપી હતી. 'વીરઝારા'ના મ્યુઝિક રિલીઝ વખતે તેમણે મારા હાથમાં મર્સિડીઝની ચાવી મૂકી અને કહ્યું કે તે મને કાર ગિફ્ટ કરી રહ્યા છે. મારી પાસે હજુ પણ તે કાર છે.
લતા મંગેશકરે 1989માં 'લતા મંગેશકર ફાઉન્ડેશન'નો પાયો નાખ્યો હતો. આ ફાઉન્ડેશનના માધ્યમથી લતાજીએ પુણેમાં પિતા દીનાનાથ મંગેશકરના નામ પર હોસ્પિટલ બનાવી હતી. આ હોસ્પિટલ છ એકરમાં બનાવવામાં આવી છે.