Dhanush In The Gray Man: સુપરસ્ટાર ધનુષ તેના હોલીવુડ ડેબ્યુને લઈ ચર્ચામાં છે. હોલીવુડની સુપરહિટ ફિલ્મ 'અવેંજર્સ'થી ફેમસ થયેલી ડાયરેક્ટ જોડી રુસો બ્રધર્સની નવી ફિલ્મ ધ ગ્રે મેનથી ધનુષે પોતાનું હોલીવુડ ડેબ્યુ કર્યું છે. આ નેટફ્લિક્સની સૌથી મોંઘી એક્શન થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મને રુસો બ્રધર્સ એન્થની અને જો રુસોએ સાથે મળીને લખી છે. સાથે જ આ જોડીએ પ્રોડક્શન અને ડાયરેક્શન પણ કર્યું છે. આ કારણે નેટફ્લિક્સે તેમને 200 મિલિયન ડોલર એટલે કે 1600 કરોડ રુપિયાનું બજેટ આપ્યું છે. 


એક સીન માટે 319 કરોડનો ખર્ચઃ
મહત્વનું છે કે, આ બિગ બજેટ ફિલ્મનું દુનિયાભરના સૌથી સારા લોકેશન્સ પર શૂટિંગ કરવામાં આવ્યું છે. શૂટિંગ વિશે વાત કરતાં જો રુસોએ કહ્યું કે, આ ફિલ્મના શૂટિંગે તો લગભગ અમારો જીવ જ લઈ લીધો હતો. આ ફિલ્મના એક એક્શન સીનને પ્રોડ્યુસ કરવા માટે એક મહિનાનો સમય લાગ્યો હતો. આ સીનમાં મોટી બંદૂકો, પ્રાગના ઓલ્ડ ટાઉન ક્વાર્ટરમાં ફરતી એક ટ્રામ સાથે હોલીવુડ એક્ટર રાયન ગૉસ્લિંગને અસૈસિન્સની સમગ્ર સેના સાથે લડતો બતાવામાં આવ્યો છે. લડાઈ દરમિયાન રાયન એક પત્થર સાથે બંધાયેલ છે. આ એક સીનનું શૂટિંગ કરવા માટે લગભગ 40 મિલિયન ડોલર એટલે કે 319 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.


ધનુષના થયા વખાણઃ
આ ફિલ્મમાં હોલીવુડના સ્ટાર એક્ટર રાયન ગૉસ્લિંગ, ક્રિસ ઈવાંસ, આના દે અર્માસ અને રેગે જોન પેજ સાથે ઈન્ડિયન સાઉથ ફિલ્મોના સુપર સ્ટાર ધનુષ જોવા મળશે. ધનુષનું આ ફિલ્મથી હોલીવુડ ડેબ્યુ ધમાકેદાર રહ્યું છે. અત્યાર સુધી આ ફિલ્મને અમેરિકાના કેટલાક થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ જોનારા દર્શકો ધનુષના પરફોર્મન્સને ખુબ પસંદ કરી રહ્યા છે. તો ધનુષના કામના વખાણ ખુદ ફિલ્મના હિરો રાયન અને રેગે પણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, 22 જુલાઈના રોજ આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.