Dharmendra Death:બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું આજે નિધન થયું. અભિનેતા ઘણા દિવસોથી ઘરે સારવાર લઈ રહ્યા હતા. તેમને થોડા દિવસો પહેલા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 10 નવેમ્બરના રોજ ધર્મેન્દ્રની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી અને તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલો બહાર આવ્યા હતા. ત્યારબાદ, સલમાન ખાન, શાહરૂખ ખાન અને ગોવિંદા સહિતની હસ્તીઓ પીઢ અભિનેતાના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા માટે હોસ્પિટલમાં જોવા મળી હતી.
ધર્મેન્દ્રના મૃત્યુની અફવાઓ થોડા સમય પછી ફેલાઈ ગઈ હતી. બાદમાં, અભિનેતાની પત્ની હેમા માલિની અને પુત્રી એશા દેઓલે તેમના મૃત્યુના સમાચારને નકારી કાઢતા મેસેજ પોસ્ટ કર્યા હતા. સની દેઓલે પણ પોસ્ટ કર્યું હતું કે, પીઢ અભિનેતા સારવારનો પ્રતિભાવ આપી રહ્યા છે, અને સ્વસ્થ થઈ રહ્યા છે. જોકે, અભિનેતાએ આજે અંતિમ શ્વાસ લીધા. આ સમાચારથી સમગ્ર વિશ્વમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
અમિતાભ અને અભિષેક બચ્ચન સ્મશાનગૃહ પહોંચ્યા.ધર્મેન્દ્રના અવસાનના સમાચાર બાદ, બોલિવૂડના અનેક સ્ટાર્સ આ દિગ્ગજ અભિનેતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે સ્મશાનગૃહ પહોંચ્યા છે. અમિતાભ બચ્ચન, તેમના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચન સાથે, પણ સ્વર્ગસ્થ અભિનેતાને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. સની દેઓલે પિતાને મુખાગ્નિ આપી હતી. બોલિવૂડના હીમેનના પંચ તત્વમાં વિલિન થઇ ગયા
ધર્મેન્દ્ર 8 ડિસેમ્બરે 90 વર્ષના થયા હોત.
એ નોંધવું જોઈએ કે, ધર્મેન્દ્રનો 90મો જન્મદિવસ 8 ડિસેમ્બરે હતો. જ્યારે તેઓ ઘરે સ્વસ્થ થઈ રહ્યા હતા, ત્યારે અહેવાલો બહાર આવ્યા હતા કે, પરિવાર અભિનેતા માટે જન્મદિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ તેમના જન્મદિવસના માત્ર 14 દિવસ પહેલા, આ દિગ્ગજ અભિનેતા આ દુનિયાને કાયમ માટે છોડી ગયા. તેમના નિધનથી સમગ્ર ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ચાહકો પણ આઘાતમાં છે. ચાહકો અને સેલિબ્રિટીઓ હવે સોશિયલ મીડિયા પર આ દિગ્ગજ અભિનેતાને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
ધર્મેન્દ્રના વર્કફ્રન્ટકામની વાત કરીએ તો, ધર્મેન્દ્ર છેલ્લે કૃતિ સેનન અને શાહિદ કપૂરની ફિલ્મ "તેરી બાતેં મેં ઐસા ઉલ્ઝા જિયા" માં જોવા મળ્યા હતા. તેમની છેલ્લી ફિલ્મ "21" છે, જેનું નિર્દેશન શ્રીરામ રાઘવન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં, તેઓ અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાના પિતાની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મ 25 ડિસેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.