Hansika Motwani PHOTO: એક્ટ્રેસ હંસિકા મોટવાણીના લગ્ન આજકાલ ટૉક ઓફ ધ ટાઉન બની ગયા છે, એક્ટ્રેસના લગ્ન આગામી 4 ડિસેમ્બરે મંગેતર સોહેલ કથુરિયા સાથે થવાના છે. આ માટેની તમામ તૈયારીઓ પણ શરૂ થઇ ચૂકી છે. પરંતુ આ બધાની વચ્ચે એક્ટ્રેસે પોતાના હૉટ ફોટોશૂટથી બધાને ચોંકાવી દીધા છે. એક્ટ્રેસ ઇન્સ્ટાગ્રામ પર ખાસ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.


એક્ટ્રેસતે તાજેતરમાં પોતાના ઇન્સ્ટા પેજ પર એકથી એક ચઢિયાતા પૉઝ આપતા ફોટોશૂટ કરાવ્યુ છે, 31 વર્ષીય એક્ટ્રેસ આ લૂકમાં પોતાનુ સેક્સી ફિગર ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે. બોલીવુડ અને સાઉથની ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ પાથરનાર અભિનેત્રી હંસિકા મોટવાણીના આજે દુનિયાભરમાં ચાહકો છે.


એક્ટ્રેસે પોતાના નવા ફોટોશૂટ અને વીડિયોને શેર કરતા કેપ્શમમાં લખ્યું છે - ફેક્ટ્સ... .આ તસવીરોમાં એક્ટ્રેસ એક ટેબલ પર બેસીને કેમેરાની સામે પૉઝ આપતી દેખાઇ રહી છે. એટલુ જ નહીં એક્ટ્રેસે દરેક પૉઝ આપવા માટે અલગ અલગ લૂક કેરી કર્યો છે. જોકે, તમામ લૂકમાં એક્ટ્રેસ પેન્ટમાં જ દેખાઇ રહી છે, અને માથા પર મોટી ચોટલી વાળેલી રાખી છે, આ લૂકને જોવા માટે ફેન્સ પણ ઉતાવળા બન્યા છે. 




આ ડ્રેસમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહીછે. ચાહકો તેની તસવીરોને પસંદ કરી રહ્યા છે. હંસિકા મોટવાણીને આજે કોઈ ઓળખની મોહતાજ નથી. ટીવી સિરિયલથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર હંસિકા બોલિવૂડ અને ટોલીવુડમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતી રહી છે.




અભિનેત્રીએ ટીવી સીરિયલ 'શકાલાકા બૂમ બૂમ'થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારે તેની ઉંમર માત્ર 9 વર્ષની હતી. તે સિરિયલ 'દેશ મેં નિકલા હોગા ચાંદ' અને રિતિક રોશન સાથેની ફિલ્મ 'કોઈ મિલ ગયા'માં પણ બાળ કલાકાર તરીકે જોવા મળી હતી. હિમેશ રેશમિયાની ફિલ્મ 'આપ કા સુરૂર'માં હંસિકા મોટવાણીને હીરોઈન તરીકે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.




આ પછી તે મનોજ બાજપેયીની ફિલ્મ 'મની હૈ તો હની હૈ'માં પણ અભિનેત્રી તરીકે જોવા મળી હતી. જોકે, તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કોઈ ખાસ ઓળખ મેળવી શકી નથી. હંસિકાએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ વળ્યું. ત્યાં જ તેની કારકિર્દી શરૂ થઈ. હંસિકાએ એકથી વધુ હિટ ફિલ્મો આપી. હંસિકા મોટવાણી સાઉથ સિનેમાનું મોટું નામ બની ગઈ છે. આ દિવસોમાં તે ઘણા મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.