Dilip Kumar Passes Away:બોલિવૂડના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનું આજે સવારે 7.30 વાગ્યે નિધન થઇ ગયું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ લેજેન્ડ્રીલ આટિસ્ટને અલવિદા કહીને શ્રદ્ધાંજલિ આપી છે. તેમનો ફિલ્મી સફર શાનદાર રહ્યો. તેમના ફિલ્મી સફર પર નજર કરીએ તો સમજી શકાય કે, તેમને કેમ અભિનયની દુનિયાના લેજેન્ડ માનવામાં આવી રહ્યાં છે. 
તેમના ફિલ્મી સફર પર નજર કરીએ. 


દિલીપ કુમારનો જન્મ પેશાવરમાં 11 ડિસેમ્બર 1922માં થયો હતો. તેમના પિતાનું નામ લાલા ગુલામ સરાવર ખાન અને માતાનું આયેશા બેગમ હતું. તેમના કુલ 12 ભાઇ-બહેન છે. તેમના પિતા ફળ વેચતા હતા. દિલીપ કુમારનું અસલી નામ યુસૂફ ખાન હતું. દેવલાલીમાં સ્કૂલિંગ કરી.તે રાજકપૂર સાથે મો઼ટા થયા, જે તેમના પાડોશી હતા. ત્યારબાદ બંનેએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની ઓળખ બનાવી. 


1940ના દશકમાં પિતા સાથે ઝગડો થયા બાદ યુસૂખાને ઘર છોડી દીધું અને પૂણે જતા રહ્યા. એક પારસી કેફે ઓનરની મદદથી  તેમની મુલાકાત એક કેન્ટીન કોન્ટ્રોક્ટર સાથે થઇ. ત્યાં સારૂ અંગ્રજી બોલવાથી તેમને કામ મળ્યું. તેમણે આર્મી ક્લબમાં સેન્ડવીચનો સ્ટોલ લગાવ્યો અને કોન્ટ્રાક્ટ ખત્મ થયો તો ત્યાં સુધીમાં તેઓ  5000 કમાયા હતા ત્યારબાદ તે ફરી ઘર પરત ફર્યો


1943માં તેમની મુલાકાત ડોક્ટર મસાની સાથે ચર્ચગેટ પર થઇ. તેમણે બોમ્બે ટોકીઝમાં કામ કરવા કહ્યું. બોમ્બે ટોકિઝમાં દિલીપ કુમારની મુલાકાત દેવિકા રાની સાથે થઇ. દેવિકા રાણીએ તેમને 1250 રૂપિયાની સેલેરી સાથે નોકરી પર રાખ્યો. અહીં તેમની મુલાકાત અશોક કુમાર ને સશાધર મુખર્જી સાથે થઇ. જ્યાં તેને નેચરલ એક્ટિંગ કરવાનુ કહેવામાં આવ્યું. થોડા વર્ષોમાં તેમની બંને વચ્ચે સારી દોસ્તી થઇ ગઇ. શરૂઆતના દિવસોમાં અહીં યુસૂફ ખાન સ્ટોરી અને સ્ક્રિપ્ટ લખવામાં તેમની મદદ કરતા હતા કેમકે તેમની ઉર્દી પણ ખૂબ જ સારી હતી.ત્યારબાદ દેવિકા રાનીએ તેમને નામ બદલીને દિલીપ કુમાર નામ રાખવાની સલાહ આપી. દેવિકા રાનીએ તેમને જ્વારા ભાટામાં કાસ્ટ કર્યો. જો કે આ ફિલ્મ કંઇ ખાસ ન ચાલી.