Disha Patani: બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણી ફિલ્મોમાં ભલે ખાસ કમાલ ના કરી શકી, પરંતુ સોશ્યલ મીડિયા પર તેનો દબદબો યથાવત છે. તેને તાજેતરમાં જ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર ફરી એકવાર બૉસ્ડ એન્ડ ગ્લેમર તસવીરો શેર કરી છે. તેને ફરી એકવાર બૉલ્ડનેસનો તડકો લગાવ્યો છે. આ તસવીરોમાં તે બિકીનીમાં દેખાઇ રહી છે. 


એક્ટ્રેસ દિશા પટ્ટણીએ તાજેતરમાં જે તસવીરો શેર કરી છે, તેમાં તે પિન્ક બૂલ પ્રિન્ટેડ બિકીનીમાં દેખાઇ રહી છે. તે સ્વીમિંગ પૂલમાં નહાઇ રહી છે, અને આ દરમિયાન તેનુ હૉટ બૉડી ફિગર જોવા મળી રહ્યું છે. દિશા પટ્ટણી હંમેશા સ્વીમિંગ પૂલ અને દરિયાના બીચ પર બિકીની પૉઝ આપતી જોવા મળે છે. એક્ટ્રેસની તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થઇ જાય છે. લાખોમાં લાઇક્સ અને કૉમેન્ટ મળે છે. ફેન્સ દિશા પટ્ટણીન તસવીરો પર કૉમન્ટ કરીને કોઇ હૉટ, કોઇ જલપરી બતાવી રહ્યાં છે.  






દિશા પટ્ટણીની ગણતરી સિઝલિંગ અને ગ્લેમરસ એક્ટ્રેસીસમાં થાય છે. તેની કોઇપણ તસવીર હોય મિનીટોમાં જ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. તાજેતરમાં જ એક્ટ્રેસ દિશા પટ્ટણી મોડી રાત્રે એક રેસ્ટૉરન્ટની બહાર સ્પૉટ થઇ હતી, કહેવાઇ રહ્યું છે કે, એક્ટ્રેસ લેડ નાઇટ બાન્દ્રાના અકીના રેસ્ટૉરન્ટમાં ડિનર ડેટ પર નીકળી હતી. આ દરમિયાન તેને પિન્ક અને ઓરેન્જ શેડમાં ફ્લૉરલ કૉર્સેટ આઉટફિટ કેરી કર્યો હતો. આ ઓફ શૉલ્ડર ડ્રેસની સાથે તેને નાજુક લૉકેટને એસેસરીઝ કર્યુ હતુ. વન સાઇડ શૉલ્ડર પર તેને પોતાના હેયર્સને સ્ટાઇલ કર્યા હતા. તસવીરોમાં તમે જોઇ શકો છો કે, દિશાની પાછળ ઉભા રહેલા પૈપરાજી તેને કેમેરામાં કેદ કરી રહ્યાં હતાં. આ દરમિયાન દિશા પટ્ટણીના જમણા પગમાં બાંધેલી પટ્ટીએ તમામ લોકોનુ ધ્યાન ખેંચ્યુ હતુ. તાજેતરમાં જ એક્ટ્રેસે ઇન્સ્ટા પર પોતાના પગમાં થયેલી ઇજા વિશે ફેન્સને અપડેટ આપ્યુ હતુ. 






વર્કફ્રન્ટની વાત કરીએ તો જલદી દિશા પટ્ટણી ફિલ્મ 'યોદ્ધા' માં સિદ્વાર્થ મલ્હોત્રા સાથે દેખાશે. આ ઉપરાંત તે ફિલ્મ 'પ્રૉજેક્ટ'નો પણ ભાગ છે.