એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પૉસ્ટ કર્યો છે, વીડિયોમાં દિશા પટ્ટણી કસરત કરી રહી છે. આ વીડિયો બેક ફ્લિપ એક્સરસાઇઝનો છે. વીડિયો શેર કરતાં દિશાએ લખ્યુ કે, 'બેકફ્લિપનો પહેલો ટ્રાય, હજુ આને વધુ ક્લિન કરવાની જરૂર છે, પણ હવે ડર નીકળી ગયો છે, રોજ કંઇક નવું કરવુ....'
દિશાના આ વીડિયોની જબરદસ્ત પ્રસંશા થઇ રહી છે. ફેન્સ દિશાના બેકફ્લિપ સ્ટન્ટને જોઇને ચોંકી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, દિશા પટ્ટણીએ સલમાન ખાન સાથે ફિલ્મ ભારતમાં કામ કર્યુ હતુ, દિશાની એક્ટિંગની ફેન્સે ખુબ પ્રસંશા કરી હતી.