આ બોલિવૂડ એક્ટ્રેસે શેર કરી બહેનની યૂનિફોર્મવાળી તસવીર, આર્મીમાં છે અધિકારી
abpasmita.in | 19 Apr 2019 10:19 AM (IST)
દિશા પટનીએ ફિલ્મ એમ. એશ ધોની અ અનટોલ્ડ સ્ટોરીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ઓછા સમયમાં જ તેણે મોડલિંગ અને ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવી લીધી.
નવી દિલ્હીઃ દિશા પટનીએ ફિલ્મ એમ. એશ ધોની અ અનટોલ્ડ સ્ટોરીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ઓછા સમયમાં જ તેણે મોડલિંગ અને ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવી લીધી. સોશિયલ મીડિયા પર પતે પોતાની હોટ અને ગ્લેમરસ તસવીર શેર કરતી રહે છે. તેના માટે તેને ઘણી વખત ટ્રોલનો સામનો પણ કરવો પડે છે. હવે દિશાએ એક ખાસ તસવીર શેર કરી છે જેના પર તેને ખૂબ જ ગર્વ છે. જણાવીએ કે, આ તસવીર તેની નહીં પણ તેની બહેનની છે. ઘણાં ઓછો લોકોને ખબર છે કે દિશા પટનીની બહેન ખૂશ્બૂ પટની ભારતીય સેનામાં અધિકારી છે. દિશા પહેલા જ કેટલાક ઇન્ટરવ્યૂમાં કહી ચૂકી છે કે તે અસલ જીવનમાં તેની બહેન પાસેથી પ્રેરણા લે છે. તે તેનું ખૂબ જ સન્માન કરે છે. હવે દિશાએ પોતાની બહેનની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેની સાથે જ તેણે લવ અને હાર્ટની ઈમોજી પણ બનાવી છે. બહેન લાઈમલાઈટમાં હોવા છતાં ખુશ્બૂએ પોતાની પ્રાઈવેસી મેનટેન કરી રાખી છે. દિશાની વાત કરીએ તો તે સલમાન ખાનની આગામી ફિલ્મ ભારતમાં જોવા મળશે. આ પહેલા તે ટાઈગર શ્રોફ સાથે બાગી-2માં જોવા મળી હતી.