Rahul Disha Wedding: રાહુલ વૈદ્ય અને દિશા પરમારે લગ્નમાં એક 5 ટાયર કેક કાપી. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. રાહુલે દિશાને  ફ્લાઇંગ કિસ આપી હતી. આ વીડિયો વાયરલ થયો છે. બંને ખૂબ જ રોમેન્ટિર મૂડમાં જોવા મળ્યાં હતા.


ન્યૂ મેરિડ કપલ રાહુલ વૈદ્ય અને દિશા પરમાર તેમના લાઇફના નવા ફેઝમાં એક સાથે ચાલવા માટે  ખૂબ જ એક્સાઇટેડ છે.  બંનેના લગ્ન બાદ 16 જુલાઇએ રિસેપ્શન હતું.


રિસેપ્શન મુંબઇની એક શાનદાર હોટેલમાં હતુ. રાહુલના તમામ મિત્રો અલી ગોની,  જૈસ્મીન ભસીન,  અર્જુન બિજલાની, શ્વેતા તિવારી,  વિશાલ આદિત્ય, અનુષ્કા સેન, સહિતના નજીકના મિત્રો ઉપસ્થિત હતા,. રિસેપ્શનમાં રાહુલ અને દિશાએ કેક કાપી. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.



રાહુલ અને દિશાએ રિસેપ્શનમાં બિગ કેક કાપી હતી. બંનેના ચહેરા પર આ સમયે ખુશી છલકી રહી હતી. કેક પર આર,ડી લખેલું હતું. કેક કાપતી વખતે દિશાએ તેમની માતાનો હાથ પકડ્યો હતો. જે ત્યારે તેમની બાજુમાં ઉભી હતી.


હનિમૂન પર જશે રાહુલ દિશા


રાહુલ અને દિશા આ ખાસ દિવસ પર ખૂબ જ ખુશ હતા. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “હનિમૂન માટે તેઓ લોનાવાલા જશે.કોરોનાની મહામારીના કારણે વિદેશ જવું યોગ્ય નથી”



ખુદને લકી માને છે દિશા


દિશાએ કહ્યું હતું કે, “તે રાહુલની પત્ની બનતા પોતાની જાતને ખુશનસીબ માને છે. તેમણે કહ્યું કે, રાહુલ દુલ્હાના રૂપમાં ખૂબ જ સુંદર દેખાય રહ્યાં છે અને તેની પત્ની બનતાં હું ખુદને લકી માનું છું દરેક યુવતીનું દુલ્હન બનવાનું સપનુ હોય છે. હું ખુશ છું કે, આખરે મારા માટે આ દિવસ આવી ગયો”