Bollywood News : બોલિવૂડની ડ્રીમ ગર્લ (Dream girl)  હેમા માલિની(Hema malini)એ પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. જે આજે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અભિનયની સાથે હવે હેમા માલિનીએ પણ રાજકારણ (Politics)માં પ્રવેશ કર્યો છે. જો જોવામાં આવે તો હેમા માલિની પાસે કરોડોની સંપત્તિ છે. એક રિપોર્ટ અનુસાર હેમા માલિનીની પાસે 440 કરોડથી વધુની સંપત્તિ છે. તમને જણાવી દઈએ કે હેમા માલિની માત્ર પોતાની એક્ટિંગ માટે જ નહીં પરંતુ સાડીઓને લઈને પણ ઘણી ચર્ચામાં રહી હતી. 


એક ઈન્ટરવ્યુ દરમિયાન હેમા માલિનીએ જણાવ્યું હતું કે તેમની માતા જયા ચક્રવર્તી હંમેશા તેને  પરંપરાગત સાડી પહેરાવતી હતી. ઘણી વખત તેણે વિરોધ કરવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ માતા પાસે કાંઈ ચાલતું નહીં. હેમા માલિની જે કાંજીવરમ સાડી પહેરતી હતી તેને જોઈને ફિલ્મ નિર્માતાઓની પત્ની હસતી હતી.  હેમા માલિનીએ પોતે આ અંગે ખુલાસો કર્યો હતો. ફરી એકવાર તેણે કહ્યું કે ફિલ્મ નિર્માતાઓની પંજાબી પત્નીઓ તેની કાંજીવરમ સાડીઓની મજાક ઉડાવતી હતી. તેમને જોઈને તે કહેતી હતી “જુઓ, મદ્રાસણ આવી ગઈ છે.”




હેમા માલિની કહે છે કે તેમની માતા હંમેશા તેમને ભારે કાંજીવરમ સાડીઓ પહેરાવતી હતી. હેમાએ જણાવ્યું કે તેની માતાનું હૃદય મોટું હતું. હું જે પણ છું, તેમના કારણે જ છું. હેમા માલિનીની માતાએ જ તેમને શાસ્ત્રીય નૃત્ય શીખવાની પ્રેરણા આપી હતી. આ વિશે વાત કરતાં હેમા માલિનીએ કહ્યું હતું કે જો હું ક્લાસિકલ ડાન્સર ન હોત તો આ બધું ક્યારેય હાંસલ ન કરી શકત. હેમા માલિનીના જન્મ પહેલા જ તેની માતા જયાએ તેનું નામ હેમા રાખ્યું હતું. હેમા માલિનીના જન્મ પહેલા તેમની માતાએ તેમના બેડરૂમમાં દુર્ગા, સરસ્વતી અને લક્ષ્મીના ઘણા ફોટા મુક્યા હતા.