Aryan Khan Drugs Case: બૉલીવુડના બાદશાહ શાહરૂખ ખાન (Shahrukh Khan)ના દીકરા આર્યન ખાન (Aryan Khan) આજકાલ મુંબઇ ડ્રગ્સ કેસ મામલામાં જેલમાં છે, કોર્ટે અત્યારે આર્યન ખાનની જામીન અરજીને પોતાની પાસે સુરક્ષિત રાખી છે, જેના કારણે હજુ 20 તારીખ સુધી જેલમાં રહેવુ પડશે. આ બધાની વચ્ચે ખબર સામે આવી છે કે આર્યન ખાને નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોના અધિકારીઓને વાયદો કર્યો છે કે, તે જેલમાંથી બહાર નીકળ્યા બાદ ગરીબોની મદદ કરશે.  


આર્યન ખાનની કાઉન્સેલિંગ -
પીટીઆઇના એક રિપોર્ટ અનુસાર, એનસીબી (NCB)ના ઝૉનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede)એ આર્યન ખાનની કાઉન્સેલિંગ કરી. આ કાઉન્સેલિંગ દરમિયાન આર્યને તેમને વાયદો કર્યો કે તે જેલમાંથી બહાર નીકળ્યા બાદ ગરીબો અને કમજોર લોકોની મદદ કરશે. આ ઉપરાંત આર્યને સમીર વાનખેડેને પણ એ કહ્યું કે તે એક દિવસ એવુ જરૂર કંઇક કરી બતાવશે જેનાથી તેના પર ગર્વ થશે. ઉલ્લેખનીય છે કે, મુંબઇ સેશન્સ કોર્ટમાં ગુરુવારે ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી મામલાની સુનાવણી થઇ હતી.


આર્યનના જામીન અંગે- 
આર્યન ખાનની જામીન પર ફેંસલો સુરક્ષિત રાખવામાં આવ્યો છે, 20 ઓક્ટોબરે આ કેસ પર સુનાવણી થસે. આ દરમિયાન આર્યન ખાન તરફથી અમિત દેસાઇ, સતિશ માનશિંદે અને એનસીબી તરફથી એડિશનલ સૉલિસિટર જનરલ અનિલ સિંહે દલિલો રજૂ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આર્યનનો ટ્રાયલ નંબર N956 છે. ખરેખરમાં કોઇને પણ જેલમાં તેના નામથી નહીં તેના નંબરથી બોલાવવામાં આવે છે. 


Drugs Case: જેલમાં બંધ આર્યન ખાનને આવી પિતાની યાદ, વીડિયો કોલ પર કરી શાહરૂખ અને મા ગૌરી સાથે વાત
ક્રૂઝ ડ્રગ્સ કેસ: ડ્રગ્સ કેસના આરોપી આર્યન ખાને મુંબઈની આર્થર રોડ જેલની અંદરથી વીડિયો કોલ દ્વારા શાહરૂખ ખાન અને ગોરી ખાન સાથે વાતચીત કરી હતી. જેલમાં કુલ 3200 કેદીઓ છે અને કોરોનાના નિયમો અનુસાર તેને જેલમાં આવવા અને મળવાની મંજૂરી નથી. આ કારણે, જેલ પ્રશાસન કેદીઓને વીડિયો કોલનો વિકલ્પ આપે છે, જેથી તેઓ તેમના પરિજન સાથે વાત કરી શકે.


હાઈકોર્ટના આદેશ અનુસાર, કોરોનાના કારણે જેલમાં રહેલા તમામ કેદીઓ તેમના પરિવારના સભ્યો સાથે અઠવાડિયામાં બે વખત વીડિયો કોલ પર વાત કરી શકે છે. કેદીને તેના પરિવારના સભ્યો સાથે વાત કરવા માટે માત્ર 10 મિનિટ આપવામાં આવે છે.


અમે તમને જણાવી દઈએ કે આર્થર રોડ જેલમાં માત્ર 11 ફોન છે, જેમાં વીડિયોની સુવિધા નથી, તેમને ફોન પર વાત કરવાની છૂટ છે. જે પરિવારના સભ્યો પાસે વિડીયોની વ્યવસ્થા છે તેમને વોટ્સએપ કોલ દ્વારા વાત કરવામાં આવે છે.