Drugs Case: પાવના ફાર્મ હાઉસમાં થયેલી પાર્ટી પર શું બોલી શ્રદ્ધા કપૂર ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Sep 2020 04:43 PM (IST)
અભિનેત્રી શ્રદ્ધા કપૂરે કહ્યું કે, ફિલ્મ છિછોરેની રિલીઝ બાદ એક પાર્ટી પાવના ફાર્મ હાઉસમાં થઈ હતી. બપોરે ત્રણ વાગ્યે અમે ત્યાં પહોંચ્યા હતા.
(તસવીરઃ PTI)
મુંબઈઃ ડ્રગ્સ મામલે એનસીબીની પૂછપરછમાં ફિલ્મ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે કહ્યું કે, ફિલ્મ છિછોરેની રિલીઝ બાદ એક પાર્ટી પાવના ફાર્મ હાઉસમાં થઈ હતી. બપોરે ત્રણ વાગ્યે અમે ત્યાં પહોંચ્યા હતા. લંચ બાદ બોટમાં અમે આઈલેંડ પર પહોંચ્યા હતા. જ્યાં ડ્રગ્સ અને આલ્કોહોલની પાર્ટી થઈ હતી. અમે મ્યૂઝિક પર મોડી રાત સુધી નાચ્યા હતા. પરંતુ મેં પાર્ટીમાં ડ્રગ્સ નહોતું લીધું. NCB ડેપ્યુટી ડારેક્ટર કેપીએલ મલ્હોત્રા શ્રદ્ધા અને સારા અલીની પૂછપરછ કર્યા બાદ બિલ્ડિંગમાં ગયા હતા. આજે સારા અલી ખાને એનસીબીની પૂછપરછમાં કહ્યું હતું કે કેદારનાથ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંન્ને વચ્ચે રિલેશનશીપ શરૂ થઇ હતી. ફિલ્મના શૂટિંગ બાદ પણ તે સુશાંતના કેપ્રી હાઉસ ઘરમાં તેની સાથે રહેવા જતી રહી હતી. બંન્ને પાંચ દિવસ માટે થાઇલેન્ડના કોહ સમુઇ આયલેન્ડમાં ગયા હતા જ્યાં પાર્ટી પણ કરી હતી. સારાએ કહ્યું કે, શૂટિંગ દરમિયાન સુશાંત ડ્રગ્સ લેતો હતો. કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ