20 વર્ષ બાદ નવા અંદાજમાં આવશે ‘છમ્મા છમ્મા’, આ હોટ એક્ટ્રેસ લગાવશે ઠુમકા
'ફ્રોડ સઇયાં' માટે આ ગીતનું કંપોઝ તનિષ્ક બાગચી કરશે. જ્યારે રોમી, અરુણ અને નેહા કક્કડ આ ગીતને ગાઇ રહ્યાં છે. સાથે જ રૈપનો તડકો પણ લગાવવામાં આવશે. તેની જવાબદારી રૈપર ઇક્કા પર છે. ગીતની કોરિયોગ્રાફી આદિલ શેખ કરશે, ગીતનું શૂટિંગ પણ ટૂંકમાં જ શરૂ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ગીતને લઇને એક્સાઇટેડ એલીએ કહ્યું, કે મને આ ગીત ખૂબ જ પસંદ છે અને ખાસ કરીને ઉર્મિલા માંતોડકર. જ્યારે મે આ ગીત માટે અપ્રોચ કર્યું ત્યારે હું સાતમાં આસમાન પર હતી. આ એક એપિક નંબર છે અને મને આશા છે કે હું ન્યાય મેળવી શકીશ.
1998માં આવી ફિલ્મ ચાઇના ગેટના આ ગીત ફિલ્મ 'ફ્રોડ સઇયાં' માટે તૈયાર કરવામાં આવશે. આ વખતે, આ ગીતમાં, ઉર્મિલા માંતોડકરની જગ્યાએ એલી અવરામ જોવા મળશે. એલી માટે આ ટાસ્ક ખૂબ જ મુશ્કેલ હશે. કારણકે આ ગીતમાં ઉર્મિલાએ શાનદાર કામ કર્યું હતું. ખાસ કરીને 90ના દાયકાના દર્શકો અને ઉર્મિલાના ફેન્સ માટે આ ગીત સાથે ખૂબ જ યાદો જોડાયેલી છે.
મુંબઈઃ હાલમાં જૂના ગીતને નવા અંદાજમાં રજૂ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ ગીતના રિક્રિએશન વર્ઝન લોકોને ખૂબ પસંદ પણ પડી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ સુષ્મિતા સેનના દિલબર-દિલબર ગીતનું નવું વર્ઝન ચર્ચામાં આવ્યું હતું અને હવે આ જ ક્રમમાં ઉર્મિલા માતોંડકરનું હિટ સોંગ છમ્મા-છમ્માને રીક્રિએટ કરવામાં આવી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -