મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઈશા દેઓલેના ઘરે સોમવારે બીજા મહેમાનનું આગમન થયું છે. ઈશાએ 10 જૂનના રોજ દીકરીને જન્મ આપ્યો છે. ઈશા દેઓલે મંગળવારે સોશિયલ મીડિયા પર દીકરીના જન્મની જાણકારી ફેન્સ સાથે શેર કરી. ઈશાએ એક તસવીર શેર કરતાં લખ્યું કે, તેમના ઘરે નાની પરી આવી છે.


ઈશા દેઓલે ફેન્સને દીકરીનું નામ પણ જણાવ્યું. તેણે એક તસવીર શેર કરી જેના પર લખ્યું છે, બેબી ગર્લ મિરાયા તખ્તાનીનો જન્મ 10 જૂનના રોજ થયો. તમને જણાવીએ કે, ઈશાએ બીજી દીકરીને જન્મ આપ્યો છે આ પહેલા તેની એક વર્ષની દીકરી રાધ્યા છે.



રાધ્યાનો જન્મ વર્ષ 2017માં 20 નવેમ્બરો થયો હતો. આ દરમિયાન ઈશા દેઓલે સુંદર તસવીર સાથે દીકરીના જન્મના સમાચાર પોતાના ફેન્સ સાથે શેર કર્યા હતા. ઈશા દેઓલ સોશિયલ મીડિયા પર ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે.