Esha Gupta On Dating Hardik Pandya: બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તાએ તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથેના સંબંધના સમાચાર પર અભિનેત્રીએ પ્રતિક્રિયા આપી છે. ઈશા ગુપ્તાએ સ્વીકાર્યું છે કે તે હાર્દિક સાથે વાત કરતી હતી અને તેમની અનેક વખત મુલાકાત પણ થઈ હતી.. જોકે, ડેટિંગ સુધી પહોંચતા પહેલા જ તેમની વાત સમાપ્ત થઈ ગઈ હતી.
સિદ્ધાર્થ કાનન સાથેના તાજેતરના ઇન્ટરવ્યૂમાં ઈશા ગુપ્તાએ હાર્દિક પંડ્યા સાથે ડેટિંગના સમાચાર પર મૌન તોડ્યું હતું. તેણીએ કહ્યું હતું કે- 'હા, અમે થોડા સમય સુધી વાત કરી રહ્યા હતા. મને નથી લાગતું કે અમે ડેટિંગ કરી રહ્યા હતા, પરંતુ હા, અમે થોડા મહિનાઓથી વાત કરી રહ્યા હતા. અમે આ કામ કરશે કે નહીં કરે તે તબક્કામાં હતા.
'તે ફક્ત થોડા મહિના હતા અને પછી તે સમાપ્ત થઈ ગયું'
ઈશા ગુપ્તાએ આગળ કહ્યું હતું કે 'ડેટિંગના તબક્કામાં પહોંચતા પહેલા જ તે સમાપ્ત થઈ ગયું. તેથી તે ડેટિંગ-ડેટિંગ નહોતું. અમે એક કે બે વાર મળ્યા, બસ. તો હા, જેમ મેં કહ્યું હતું કે તે ફક્ત થોડા મહિના માટે હતું અને પછી તે ખતમ થઇ ગયુ હતું. ઈશા ગુપ્તાએ આગળ કહ્યું કે તેણીને આશા હતી કે તે અને હાર્દિક પંડ્યા કપલ બની શકે છે પરંતુ કદાચ તે અમારા ભાગ્યમાં ન હતું.
શું ઈશા હાર્દિકને ડેટ કરી શકતી હતી?
હાર્દિક સાથે રિલેશનશીપમાં આવવાની શક્યતાઓ અંગે ઈશાએ કહ્યું હતું કે 'કદાચ એવું બન્યું હોત, પણ મને નથી લાગતું કે એવું થવાનું જ હતું. આ પહેલા પણ લાઈવ ટીવી પર કેટલીક વાતો કર્યા પછી તે બિચારો પહેલેથી જ ઘણી બધી વાતોનો સામનો કરી રહ્યો હતો અને અમે તે પહેલા જ વાત કરવાનું બંધ કરી દીધું હતું.'
ઈશા-હાર્દિક રિલેશનશીપમાં કેમ ન આવ્યા?
ઈશા ગુપ્તાએ બંને વચ્ચે વાત કરવાનું બંધ કરવાનું કારણ પણ જણાવ્યું હતું. તેણીએ કહ્યું હતું કે- 'અમને હમણાં જ સમજાયું કે અમે એક જેવા નથી, એકબીજા માટે યોગ્ય નથી અને દરેકનો એક પ્રકાર હોય છે. મને લાઈમલાઈટ કરતાં પરિવાર અને વાસ્તવિક જીવન વધુ ગમે છે. અલબત્ત મને મારું કામ ગમે છે, કેમેરા વિના ઈશા ગુપ્તા નથી હોતી. પરંતુ દિવસના અંતે મને ઘરે જઈને મારી માતાને પૂછવું ગમે છે કે શું ચાલી રહ્યું છે, તેમના દ્વારા ઠપકો મળવો. મને તે બધું ગમે છે.'