નવી દિલ્હીઃ વિતેલા દિવસોમાં સોશિય મીડિયા પર બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફની કેટલીક તસવીર વાયરલ થઈ રહી હતી. ઓરેન્જ સ્વિમવિયર અને સુંદર સ્માઈલ કેટના ફેન્સ માટે કોઈ ભેટથી કમ ન હતા.

એટલું જ નહીં એક્ટ્રેસે પોતાનો એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તે શોર્ટ્સ અને બિકીની ટોપમાં માલદીવ એન્જોય કરતી જોવા મળી હતી. કેટરીના ચાર દિવસની રજા બાદ હવે ભારત પરત ફરી છે અને ફેન્સ તેની નવી તસવીરમાં તેને મેકઅપ વગર અને તેની સુંદર ટેન્ડ સ્કિન જોઈને ખુશ છે.


એરપોર્ટથી બહાર નીકળતા સમયે કેટ ડેનિમ લૂકમાં જોવા મળી હતી. આ સાથે જ તેણે બ્લેક ડાર્ક ગોગલ્સ પણ પહેર્યાં હતાં. હાઈ પોનીટેઈલ અને મેકઅપ વગર સામે આવેલી તસવીરોમાં કેટ ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી. ફેન્સે તસવીર જોઈને કહ્યું કે, તે મેકઅપ વગર જ ખૂબ પર્ફેક્ટ લાગી રહી છે તો કેટલાકે જણાવ્યું કે હંમેશાની જેમ સ્ટનિંગ લાગી રહી છે.


કેટરિના સાથે સેલિબ્રિટી ફિટનેસ ટ્રેઈનર અને તેની દોસ્ત યાસ્મિન કરાચીવાલા પણ જોવા મળી હતી. આ બન્ને એરપોર્ટ પર ક્લિક થયાં હતાં.