પાકિસ્તાનની એક ક્લોથિંગ બ્રાન્ડ Wajayesha Officialએ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની તસવીરોને એઆઈની મદદથી એડિટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ઈન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનની આ બ્રાન્ડે આલિયા ભટ્ટની અલગ અલગ તસવીરોને એઆઈની મદદથી એડિટ કરીને એક્ટ્રેસ પોતાના બ્રાન્ડના કપડા પહેર્યા હોય તેવું દર્શાવ્યું છે. આલિયા ભટ્ટના ફેન્સે તરત જ પાકિસ્તાની બ્રાન્ડની આ ચોરી પકડી લીધી હતી અને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી હતી. 

Continues below advertisement
Continues below advertisement

16 એપ્રિલના રોજ પાકિસ્તાનની એક ક્લોથિંગ બ્રાન્ડે ઇન્સ્ટાગ્રામ પર આલિયા ભટ્ટની ઘણી તસવીરો શેર કરી હતી. જેમાં તેણીને અલગ અલગ આઉટફિટમાં દર્શાવી છે. આ તસવીરો સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે "આલિયા ભટ્ટને પણ અમારું શુદ્ધ શીશા સિલ્ક કલેક્શન ખૂબ ગમ્યું!! રંગ કસ્ટમાઇઝ કરી શકાય છે, હમણાં જ તમારો ઓર્ડર બુક કરો."

નોંધનીય છે કે પાકિસ્તાની કંપનીએ એડિટ કરેલી મૂળ તસવીરો આલિયા ભટ્ટના ઈન્સ્ટાગ્રામ અથવા પબ્લિક અપિરિયન્સમાંથી લીધી છે.  આ ફોટોશૂટની તસવીરોને એઆઈની મદદથી એડિટ કરીને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી છે. જેથી આલિયાના ચહેરા અને બ્રાન્ડનો ઉપયોગ કરીને પોતાના કપડાનું બ્રાન્ડિંગ કરી શકાય.

આલિયા ભટ્ટના ફેન્સે આપી પ્રતિક્રિયા 

આલિયાના ચાહકોએ મૂળ તસવીરોને એઆઈની મદદથી એડિટ કરવા પર પાકિસ્તાની બ્રાન્ડની ટીકા કરી હતી. એક યુઝરે લખ્યું કે “શું આલિયા આ બ્રાન્ડના શૂટ વિશે જાણે છે?” આના પર બ્રાન્ડે જવાબ આપ્યો, “કૃપા કરીને તસવીરો વાયરલ કરો જેથી તેણીને તેના વિશે ખબર પડે.”

બીજાએ કોમેન્ટ કરી હતી કે “આ નકલી AI સસ્તું માર્કેટિંગ છે.” પરંતુ બ્રાન્ડે કહ્યું હતું કે, “હા, તમે સાચા છો, પણ અમારી પાસે ઓરિજનલ છે.” એક ચાહકે ધમકી આપી હતી કે , “તે તમારા પર કેસ કરશે!” જેના પર બ્રાન્ડે જવાબ આપ્યો, “ના, તે નહીં કરે.”

આ પહેલી વાર નથી જ્યારે કોઈ બ્રાન્ડે કોઈ પ્રખ્યાત સેલિબ્રિટીના ફોટાનો ઉપયોગ કર્યો હોય, તેને એડિટ કરી હોય અને ફરીથી તેનો ઉપયોગ કર્યો હોય. આનાથી તેમને વધુ ખર્ચ કર્યા વિના જરૂરી આકર્ષણ મળે છે.