એક્ટ્રેસ સની લિયોન હાલ વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ “અનામિક” માટે શૂટિંગ કરી રહી છે. ફિલ્મ મેકર વિક્રમ ભટ્ટના સેટ પર કેટલાક ગુંડા પહોંચી ગયા હતા. આ સમયે સન્ની લિયોન સેટ પર શૂટિંગ કરી રહી હતી. ગુંડાથી બચવા માટે વિક્રમ ભટ્ટે તેમને વેનિટી વેનમાં છુપાવી દીધી. ગુંડાઓએ 37 લાખ રૂપિયાની માંગણી કરી હતી.


સેટ પર ગુડા આવી જતાં વિક્રમ ભટ્ટે સન્ની લિયોનને વેનિટી વાનમાં છુપાવી દીધી હતી. સેટ પર ફાઇટર્સ અસોશિયએશનના કેટલાક લોકો સેટ પર  આવી ગયા હતા અને વિક્રમ ભટ્ટ પાસે 38 લાખ રૂપિયાની માંગણી કરી હતી.


અસોશિએશન લાવશે સમાધાન

ઉલ્લેખનિય છે કે, આ ગુંડાઓ અબ્બાસ અલી  સાથે કરેલા 8 પ્રોજેક્ટસની બાકીની ફીનું  ઉઘરાણું કરવા આવ્યા હતા. તેમણે વિક્રમ ભટ્ટ પાસેથી જબરદસ્તી ચેકના સ્ક્રિનશોર્ટ પણ લીધા છે.  આ મામલે અબ્બાસ અલી મોગલએ રિએક્શન આપતા જણાવ્યું કે, ફાઇટર્સ એસોશિએશન આ મામલાની તપાસ કરશે અને ન્યાય લાવશે.