કોલકત્તાઃ ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે બંગાળી સિનેમામાં વધુ એક મોતના સમાચાર સામે આવ્યા છે, એક્ટ્રેસ મંજૂષા નિયોગીએ આત્મહત્યા કરી લીધી છે. આ 15 દિવસની અંદર હત્યાની ત્રીજી ઘટના છે. ઉલ્લેખનીય છે કે મૉડલ અને એક્ટ્રેસ મંજૂષા નિયોગીનો મૃતદેહ આજે સવારે તેના પાટુલીના ઘરમાં ગળાફાંશો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
છેલ્લા ત્રણ દિવસમાં આ બીજી એક્ટ્રેસનુ મોત થયુ છે, આ પહેલા 15 દિવસની અંદતર જ એક અભિનેત્રીનુ મોત થયુ હતુ, એટલે કે અત્યાર સુધી બે અઠવાડિયાની અંદર બંગળી ફિલ્મોની ત્રણ અભિનેત્રીઓએ આત્મહત્યા કરી લીધી છે.
આ પહેલા બંગાળમાં નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી પલ્લવી ડેના મૃત્યુ થયુ હતુ, 15 મેના રોજ પલ્લવીનો મૃતદેહ તેમના ઘરમાં ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. આ પછી મોડલ અને અભિનેત્રી વિદિશા દે મજુમદારનો મૃતદેહ પણ બે દિવસ પહેલા ઉત્તર કોલકાતામાં ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. વિદિશાએ સુસાઈડ નોટ પણ લખી હતી અને મૃત્યુ માટે કોઈને જવાબદાર ઠેરવ્યા ન હતા.
આ પણ વાંચો.........
કોગ્રેસ છોડનાર હાર્દિક પટેલ આ તારીખે ભાજપમાં જોડાઇ શકે છે
અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો, આકાશમાં છવાયા કાળાડિબાંગ વાદળો
સુરત સિવિલમાં બેભાન યુવતીએ ભાનમાં આવતા જ કર્યો ચોંકાવનારો ખુલાસો,ડોક્ટરો અને પોલીસ એક્શનમાં