ફિલ્મ ‘લિપસ્ટીક અંડર માય બુર્કા’ અંગે વિવાદ, આ ફિલ્મ લેખકે કટાક્ષમાં કહ્યું- છોકરીઓ ન વિચારે સેક્સ વિષે
સેંસર બોર્ડને ફિલ્મ ‘લિપસ્ટીક અંડર માય બુર્કા’ સામે વાંધો છે કે આ ફિલ્મની વાર્તામાં હકીકત ઓછી અને કલ્પનાઓ વધારે છે. બીજો વાંધો ફિલ્મમાં દેખાડેયા સેક્સ સિન સમાજ માટે ઠીક નથી. સાથે જ બોર્ડને લાગે છે કે ફિલ્મમાં સમાજના કેટલાક એવા પાસાઓને દેખાડાયા છે જે સંવેદનશીલ છે. ફિલ્મના નામમાં આવતા બુર્કા શબ્દ સામે પણ સવાલ ઉઠાવાયા છે. આ ઉપરાંત ફિલ્મના કેટલાક સંવાદોમાં પણ અપમાનજનક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે ફિલ્મના નિર્માતા અને નિર્દેશકે સેંસર બોર્ડના વલણ સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.
કોંકણાનું પાત્ર ત્રણ બાળકોની માતાનું છે. જે પોતાના જીવનથી ખુશ નથી. પ્લબિતા એક વિદ્યાર્થીના કિરદારમાં જોવા મળશે, જે સંકુચિત માનસિક્તામાં ઉછરી છે. તેનું સપનું પોપ સિંગર બનવાની છે. આહના એક બ્યુટિશીયનનો રોલ ભજવે છે, જે પોતાના પ્રેમી સાથે શહેરથી ભાગવાના પેંતરામાં છે. જ્યારે રત્ના પાઠક શાહ એક એવી વિધવા છે જેની ઉંમરતો વધારે છે પણ તે પોતાનું જીવન પોતાની રીતે જીવવા માગે છે. ચારે મહિલાઓ એકબીજાથી અલગ છે. પણ બધા વિરોધાભાસી જીવન જીવી રહ્યા છે. એક એવી જિંદગી છે જે દુનિયાથી છુપાયેલી છે જે બુર્કાની નીચે છે અને એક જે લોકોને દેખાય છે.
કોમેડિયન અને ફિલ્મ લેખક વરૂણ ગ્રોવરે પણ આ મુદ્દે એક ટ્વિટ કર્યુ હતું.
પ્રકાશ જ્હાએ આ મુદ્દે કહ્યું હતું કે, આપણે સર્ટિફિકેશન બોર્ડની જરૂર છે સેંસર બોર્ડની નહિ. કોઈના હાથમાં કાતર આપીને તમે તેને બહુ મોટી સત્તા આપી દીધી છે. ફિલ્મ ઈંડસ્ટ્રીના ઘણા લોકોએ સેંસરના આ નિર્ણયની ટીકા કરી છે.
નવી દિલ્લી: સેંસર બોર્ડ ફરી એક વાર વિવાદોમાં છે. ફિલ્મ લિપસ્ટીક અંડર માર બુર્કા વિદેશોમાં તો રીલિઝ થઈ ગઈ છે. પણ સેંસર બોર્ડે તેને ભારતમાં રીલિઝ કરવાની પરવાનગી આપી નથી. આ ફિલ્મમાં મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રહેતી ચાર અલગ-અલગ ઉંમરની મહિલાઓની કહાની છે. ફિલ્મની ડાયરેક્ટર અલંકૃતા શ્રીવાસ્તવ અને નિર્માતા પ્રકાશ જ્હા છે. જ્યારે ફિલ્મમાં કોંકણા સેન શર્મા, પ્લબિતા, આહના અને રત્ના પાઠક શાહ અભિનય કરી રહ્યા છે.