મુંબઈ: સાઉથના સુપરસ્ટાર અને 'બાહુબલી' ફેમ પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સાહો'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ ટ્વિટપર ટ્રેંડ કરવા લાગ્યું છે. ફિલ્મનું ટ્રેલર એક્શનથી ભરપૂર છે. ટ્રેલરમાં પ્રભાસનો લૂક જોઈને ફેન્સ ઉત્સાહી છે. ફિલ્મના ટ્રેલરમાં મહેશ માંજરેકર, નીલ નીતિન મુકેશ, જેકી શ્રોફ સહિતના કલાકારો જોવા મળી રહ્યા છે. ટ્રેલરને જોઈને કોઈ હોલીવુડ એક્શન ફિલ્મ જેવું લાગી રહ્યું છે. આ ફિલ્મને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહી છે. ફિલ્મનું ટ્રેલર 4 ભાષાઓમાં એક સાથે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ સાહોના એક્શન સીન માટે વિશ્વભરના મોટા એક્શન કોરિયોગ્રાફરની ટીમની મદદ લેવામાં આવી છે. સુજીત દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું દેશ અને વિદેશમાં શૂટિંગ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફિલ્મ લગભગ 150 કરોડ રૂપિયામાં બનીને તૈયાર થઈ છે. આ ફિલ્મ 30 ઓગસ્ટના રિલીઝ થશે.