તેમણે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે સરકારે બળાત્કારને કાયદેસર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બળાત્કાર બાદ મહિલાઓની હત્યા કરવામાં આવે છે અને સરકારે આવી કેટલીક જોગવાઈ લાવવી જોઇએ કે બળાત્કાર કરનારાઓ હિંસા વિના બળાત્કાર કરે.
તેમણે આ પોસ્ટમાં વધુમાં કહ્યું કે 18 વર્ષથી ઉપરની છોકરીઓને બળાત્કાર અંગે જાગૃત કરવી જોઇએ. મતલબ કે તેમણે પુરુષોની જાતીય જરૂરિયાતોને અવગણવી ન જોઈએ. તો જ આવી વસ્તુઓ થવાની બંધ થશે. આ મૂર્ખામી વાત છે કે જો વીરપ્પનને મારી નાખશો તો ચોરી બંધ થઈ જશે અથવા તમે લાદેનને મારશો તો આતંકવાદનો અંત આવશે. એ જ રીતે નિર્ભયા એક્ટની મદદથી બળાત્કારને રોકી શકાય એવું નથી. કુબ્રા સૈતે આ ડાયરેક્ટરને જવાબ પણ આપ્યો છે.
દિગ્દર્શકે વધુમાં લખ્યું છે કે, ખાસ કરીને ભારતીય મહિલાઓને જાતીય શિક્ષણ વિશે જાણવું જોઈએ. 18 વર્ષથી વધુ ઉંમર પછી મહિલાઓએ તેમની સાથે કોન્ડોમ રાખવું જોઈએ. 100 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવવા કરતાં મહિલાઓને પાસે કોન્ડોમ રાખવું જોઈએ અને બળાત્કારીઓને સહકાર આપવો જોઈએ જેથી પુરુષ તેમની હત્યા ન કરે. આગળ વાત કરતા ડાયરેક્ટરે લખ્યું કે આ એક સીધું લોજિક છે. જો સેક્સની ઈચ્છા પુરી થશે તો મર્દો મહિલાઓનો રેપ નહીં કરે. સરકારે કોઈ એવી સ્કીમ પાસ કરવી જોઈએ કે રેપ પછી મહિલાઓની હત્યા ન થાય.
જો કે બાદમાં ડેનિયલ શ્રવણે પોતાની આ ફેસબુક પોસ્ટને ડિલીટ કરી દીધી અને માફી માંગીને એક નવી પોસ્ટ લખી. જો કે ત્યાં સુધી તેની આ પોસ્ટનો સ્ક્રીન શૉટ ટ્વિટર પર વાયરલ થઈ ચૂક્યો હતો. ટ્વિટર પર જેવી ડેનિયલ શ્રવણની પોસ્ટ વાયરલ થઈ, લોકોએ તેમને આડેહાથ લીધા. સેક્રેડ ગેમ્સ વેબ સીરિઝની એક્ટ્રેસ કુબ્રા સૈતે ટ્વિટર લખ્યુ, આ ડેનિયલ શ્રવણ, જે કોઈ પણ હોય, તેને ઈલાજની જરૂર છે. વળી, સિંગર ચિન્મયી શ્રીપદાએ પણ ટ્વીટ કરીને ડેનિયલ શ્રવણને નિશાના પર લીધો છે. ટ્વિટર પર લોકો ડેનિયલ શ્રવણની ધરપકડ કરવાની પણ માંગ કરી રહ્યા છે.