ચેન્નાઇઃ સાઉથના સુપરસ્ટાર રજનીકાંત (Rajnikant) એકવાર ફરીથી ફિલ્મ 'અન્નાત્થે' (Annaatthe)ને લઇને મોટા પડદે ધમાકેદાર વાપસી કરવા જઇ રહ્યાં છે. ફિલ્મનો રજનીકાંતના ફેન્સને ખુબ ઇન્તજાર છે. ફેન્સની એક્સાઇટમેન્ટને વધારવા માટે તાજેતરમાં જ મેકર્સે આના ફર્સ્ટ લૂક પૉસ્ટરને રિલીઝ કરી દીધુ છે. પૉસ્ટરમાં રજનીકાંત એક નવા લૂકમાં દેખાઇ રહ્યો છે.
ફિલ્મ 'અન્નાત્થે'નુ પૉસ્ટર થયુ રિલીઝ-
રિલીઝ કરવામા આવેલા આ પૉસ્ટરમાં રજની કાંત વ્હાઇટ કલરનો શર્ટ પહેરીને સ્માઇલ કરતો દેખાઇ રહ્યો છે. તેને આંખો પર ચશ્મા લગાવેલા છે, આકાશ તરફ જોઇ રહ્યો છે. રજનીકાંતનો આ લૂક બહુજ સ્ટાઇલિશ લાગી રહ્યો છે, ફેન્સ તેની જબરદસ્ત પ્રસંશા કરી રહ્યાં છે.
4 નવેમ્બરે રિલીઝ થશે 'અન્નાત્થે' -
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ આ વર્ષે 4 નવેમ્બર એટલે કે દિવાળી પર રિલીઝ થવાની છે. જોકે, ફિલ્મ ઘણા સમય પહેલા બનીને તૈયાર છે પરંતુ દેશભરમાં કોરોના મહામારીના કારણે આની રિલીઝને આગળ લંબાવી દેવામાં આવી હતી.
આ સ્ટાર પણ દેખાશે ફિલ્મમાં -
રજનીકાંત સ્ટારર આ ફિલ્મને કલાનિધિ મારને નિર્દેશિત કરી છે. ફિલ્મમાં રજનીકાંત, મીના, ખુશ્બુ, નયનતારા, કીર્તિ સુરેશ, જેકી શ્રોફ, જગપતિ બાબુ, પ્રકાશ રાજ, સુરી અને સતીશ સહિત કેટલાક કલાકારો દેખાશે.
‘મહાન’ ફર્સ્ટ લૂક પૉસ્ટર પણ થયુ રિલીઝ -
વળી, બીજીબાજુ ધ્રુવ વિક્રમની ફિલ્મ ‘મહાન’ ફર્સ્ટ લૂક પૉસ્ટર પણ આજે રિલીઝ કરી દેવામા આવ્યુ છે. કાર્તિક સુબ્બારાવ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં ધ્રુવ દાદાની ભૂમિકા નિભાવી રહ્યો છે. ફિલ્મના પૉસ્ટરમાં પણ ધ્રુવને બતાવવામાં આવ્યો છે. ફિલ્મનુ શૂટિંગ થોડાક અઠવાડિયા પહેલા જ પુરુ થયુ હતુ અને હાલ આ પૉસ્ટ પ્રૉડક્શન તબક્કામાં છે. મેકર્સ જલદી જ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરશે.