મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર તેના નિવેદનોના કારણે વારંવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. લોકસભા ચૂંટણી દરમિયાન તેણે ચૂંટણી મેદાનમાં ઉતરેલા વિપક્ષના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો પરંતુ હવે તેનું આ કામ જ તેને ભારે પડ્યું છે.


ચૂંટણી પ્રચારના કારણે સ્વરા સાથે ચાર અલગ-અલગ બ્રાન્ડ્સે છેડો ફાડી નાંખ્યો હતો. ઈન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટમાં પોતાની ફિલ્મ શીર કોરમાના પોસ્ટર લોન્ચ દરમિયાન તેણે આ વાત કહી હતી. જે દિવસે લોકસભા ચૂંટણી માટે હરિફોનો ચૂંટણી પ્રચાર કર્યો તે દિવસે મેં ચાર બ્રાન્ડ્સ અને ત્રણ ઈવેન્ટ્સ ગુમાવી. જાહેર જીવન જીવતાં લોકોની અનેક ચીજો દાવ પર લાગેલી હોય છે. અનેક વખત સુપરસ્ટારના કોઇ નિવેદન બાદ તેની કાર પર પથ્થર ફેંકવામાં આવે છે.

ફિલ્મ શીર-કોરમામાં સ્વરાની સાથે દિવ્યા દત્તા નજરે પડશે. આ ફિલ્મમાં બંનેએ લેસ્બિયનનો રોલ ભજવ્યો છે. ફિલ્મમાં શબાના આઝમી પણ મહત્વના રોલમાં છે. બોલ્ડ મુદ્દા પર બનેલી ફિલ્મને દર્શકો કેટલી પસંદ કરશે તે આગામી સમય જ બતાવશે.