મુંબઇઃ સુપરહિટ જોડી એકવાર ફરીથી પરત ફરી રહી છે. સની દેઓલ અને અમિષા પટેલ એકવાર ફરીથી અનિલ શર્માની ફિલ્મમાં દેખાશે. ગદર-એક પ્રેમ કથાની કથા આગળ વધશે અને એકવાર ફરીથી આપણે તારા અને સકીનાની મોહબ્બતના સાક્ષી બનીશું. કાલે સવારે 11 વાગે આ ફિલ્મની જાહેરાત થશે. તેના પહેલા આજે ફિલ્મના નિર્દેશક અનિલ શર્મા, એક્ટર સની દેઓલ અને એક્ટ્રેસ અમિષા પટેલે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક પૉસ્ટર શેર કર્યુ છે. જેમાં 2 લખેલુ છે, સાથે જ લખ્યુ છે- કથા આગળ વધશે.