બોલિવૂડ:એક્ટ્રેસ ગોહરખાને તેમના લગ્ન અને પતિ જૈદને લઇને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, જૈદએ તેમને કહ્યું હતું કે, જો તે તેમની વાત નહીં સ્વીકારે તો તે આ લગ્ન કેન્સલ કરી દેશે.
ફેન્સ માટે એક્ટ્રેસ ગોહર ખાન અને પતિ જૈદની બી ટાઉનની ફેવરિટ જોડી માંથી એક છે. બંને સોશિયલ મીડિયા પર તેમનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે. બંનેના લગ્ન ગત વર્ષ ડિસેમ્બરમાં થયા હતા. હાલ જ આ કપલ લગ્નના 6 મહિના બાદ હનિમૂન માટે ગયું હતું. જો કે આ બધા વચ્ચે ગૌહરખાને એક ચૌંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, જૈદે લગ્ન માટે એક શરત મૂકી હતી. જેને હર હાલમાં પુરી કરવાની હતી.
જૈદે લગ્ન માટે રાખી હતી શરત
તાજેતરમાં જ શો કોફિ ટાઇમ વિથ ગ્રિહામાં પહોંચેલી ગોહરખાને તેમના લગ્નને લઇને કેટલાક ખુલાસા કર્યાં હતા. તેમને લગ્ન બાદનો એક કિસ્સો શેર કરતા કહ્યું કે.જૈદે મને કહ્યું હતું કે, “હું તારા માટે તારા કામનું શેડ્યુઅલ બધુ જ મેનેજ કરી લઇશ પરંતુ જો તું લગ્નમાં મહેંદી નહીં લગાવે તો હું લગ્ન નહીં કરું,. જૈદને મહેંદી ખૂબ જ પસંદ છે. તે ઇચ્છતો હતો કે હું લગ્નમાં મહેંદી જરૂરથી લગાવવું”
લગ્ન બાદ મારૂ શૂટિંગ હતુ
ગૌહરે કહ્યું કે, “ હું મહેદી ન હતી લગાવવા માંગતી હતી. કારણ કે લગ્ન બાદ મારે ફિલ્મ 14 ફેરેની શૂટિંગ માટે જવાનું હતું. આ કારણે મહેંદી ન હતી લગાવવા માંગતી. તેમણે કહ્યું કે જૈદ ખૂબ જ સર્પોર્ટિવ છે. લગ્ન બાદ તે શૂટિંગ માટે મુંબઇ મારી સાથે આવ્યો હતો.
ફિલ્મામાં મારા હાથોમાં લગ્નની મહેંદી જોવા મળશે
ગૌહરે ફિલ્મનો એક્સપરિન્યસ શેર કરતા કહ્યું કે, 14 ફેરામાં મારા હાથ પર જે મંહેદી લાગેગી છે તેમારા લગ્નની જ મહેંદી છે. ખબર નહીં અલ્લાહે શું પ્લાન બનાવ્યો. લગ્ન બાદ મારે જે શૂટિંગ કરવાની હતી બધા જ લગ્નના જ સીન હતા. જેથી હાથમાં મહેંદી હોવાથી મને કોઇ પ્રોબ્લેમ ન થયો
ગૌહરખાનની ફિલ્મ 14 ફેરે zee 5 રીલિઝ થઇ છે. ફિલ્મમાં વિક્રાન્તા મેસી અને કૃતિ ખરબંદા પણ મુખ્ય ભૂમિકામાં છે.