Grammys Awards 2026: 68મા ગ્રેમી એવોર્ડ્સ 2026નો લોસ એન્જલસમાં ભવ્ય ઉદ્ધાટન સાથે પ્રારંભ થયો. આ સૌથી મોટી મ્યૂઝિકલ નાઈટમાં ઈન્ડસ્ટ્રીઝના અનેક દિગ્ગજ સાથે આવ્યા હતા. લેડી ગાગાથી લઈને જસ્ટિન બીબર અને ફેરેલ વિલિયમ્સ સુધી બધાએ ગ્રેમીમાં હાજરી આપી હતી. સેલિબ્રિટીઝે રેડ કાર્પેટ પર પોતાનો લૂક ફ્લોન્ટ કર્યો હતો. ટ્રેવર નોઆએ આ ઈવેન્ટને હોસ્ટ કરી હતી. પોપ સેન્સેશન સબરીના કાર્પેન્ટરે તેના હિટ ગીત "મેનચાઈલ્ડ" પર પરફોર્મ કર્યું હતું.
સ્ટેજ પર સબરીના રેટ્રો ફ્લાઇટ એટેન્ડન્ટનો ગેટઅપ પહેરીને સ્ટેજ પર આવી. એલેક્સ વોરને સોંગ "ઓર્ડિનરી" પર પરફોર્મ કર્યું. કેન્ડ્રિક લૈમરે ઇતિહાસ રચ્યો. બેસ્ટ રેપ આલ્બમ એવોર્ડ જીતીને તે સૌથી વધુ ગ્રેમી એવોર્ડ્સ સાથે રેપર બન્યો. કેન્ડ્રિકે Jay-Zનો રેકોર્ડ તોડ્યો.
જસ્ટિન બીબરે સ્ટેજ પર છવાયો
જસ્ટિન બીબરે ગ્રેમી એવોર્ડ્સમાં વાપસી કરી. તેણે તેના સોંગ "YUKON" પર શાનદાર પરફોર્મ કર્યું. તેણે શર્ટલેસ લૂકમાં પોતાનો સ્વૈગ બતાવ્યો હતો. તેના શાનદાર પરફોર્મ દરમિયાન સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. જસ્ટિનના પરફોર્મનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લેડી ગાગાએ સ્ટેજ પર ધૂમ મચાવી
લેડી ગાગાએ ગ્રેમીમાં પોતાનું હિટ ટ્રેક Abracadabra પર પરફોર્મ કર્યું. આ સોંગ તેના 2025 ના આલ્બમ, "Mayhem" માંથી છે. તેનું રોક વર્ઝન અદભુત હતું. પર્ફોર્મન્સ દરમિયાન લેડી ગાગાનો લુક અત્યંત ડ્રામેટિક જોવા મળ્યો હતો. સિંગર ચૈપલ રોનનો બોલ્ડ લૂક જોવા મળ્યો હતો. તેણી ટોપલેસ લૂકમાં જોવા મળી. તેણીએ ટ્રાન્સપરન્ટ આઉટફિટ પહેર્યો હતો.
વિજેતાઓની યાદી
બેસ્ટ રેપ આલ્બમ - કેન્ડ્રિક લૈમરબેસ્ટ પોપ વોકલ આલ્બમ - લેડી ગાગાબેસ્ટ કન્ટેમ્પરરી કન્ટ્રી આલ્બમ - જેલી રોલબેસ્ટ મ્યૂઝિક વીડિયો- Doechiiપ્રોડ્યુસર ઓફ ધ યર- Cirkutસોંગ રાઈટર ઓફ ધ યર- Amy Allenબેસ્ટ ડાન્સ-પોપ રેકોર્ડિંગ - Abracadabra - લેડી ગાગાબેસ્ટ મ્યૂઝિક અર્બન આલ્બમ - બેડ બન્નીબેસ્ટ ન્યૂ આર્ટિસ્ટ - ઓલિવિયા ડીન
