નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ દિલ્હીની સાત સીટ પર પ્રચાર માટે ફિલ્મી સ્ટારથી લઈને ચર્ચિત નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. મંગળવારે જાણીતી ફિલ્મ અભિનેત્રી ગુલ પનાગે બાઈક ચલાવીને સાઉથ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાઘવ ચડ્ઢા માટે પ્રચાર કરતી જોવા મળી હતી. આ દરમિયાન ગુલ પનાગે ઈશારા ઈશારામાં પીએમ મોદી પર નિશાન પણ સાધ્યું હતું.




પોતાના હાથમાં લાલ રંગનું હેલમેટ લઈને ગુલ પનાગ સાઉથ દિલ્હીના નેહરુ એનક્લેવ પહોંચી. ખુદ બાઈક ચલાવતા તે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાઘવ ચડ્ઢાને પાછલ બેસાડી દીધા. સાઉથ દિલ્હીના રસ્તા પર ગુલ પનાગે આપ માટે મત માગ્યા હતા.





પ્રચાર દરમિયાન મીડિયા સાથે વાત કરતાં ગુલ પનાગે પીએમ મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, “2019માં મૂળભૂત સમસ્યાનો વાત થઈ રહી છે. પીવાના પાણીથી લઈને શિક્ષણ અને સ્વાસ્થ્ય મુદા છે. પરંતુ મુદ્દા ભટકાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ધર્મ, જાતિ, અથવા કોઈને પિતાની વાતથી મુદ્દાને ભટકાવવામાં આવી રહ્યા છે.”