આ કટ્સની સાથે ઝોયા અખ્તરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મને યુ/એ સર્ટિફિકેટ અપાયું છે. આટલું ઓછું હોય એમ ફિલ્મના પાર્ટનર્સની યાદીમાંથી આલ્કોહોલ બ્રાન્ડ રોયલ સ્ટેગનું નામ પણ હટાવવાનું જણાવાયું છે.
આ ફિલ્મના રિવ્યૂઝ પહેલાં જ સોશિયલ મીડિયામાં આવી ચૂક્યાં છે. બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મની ખાસ સ્ક્રિનિંગ પણ રાખવામાં આવી હતી. સ્ક્રિનિંગમાં ફિલ્મના વખાણ થયા હતા. સાથે જ 'ગલી બોય'માં રણવીરનું બેસ્ટ પર્ફોર્મન્સ હોવાનું પણ મનાય છે.