મુંબઈ: બૉલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનના જન્મદિવસ તેને શુભેચ્છા આપવા માટે હજારો ફેન્સ તેમના ઘરની બહાર પહોંચ્યા હતા. શાહરુખે પણ મન્નતની બાલકનીમાંથી હાથ ઉંચો કરીને ફેન્સનો આભાર માન્યો હતો. આ સિવાય દુનિયાની સૌથી ઉંચી ઇમારતે પણ શાહરુખને ખાસ અંદાજમાં બર્થ ડે વિશ કર્યું.

દુબઈની બૂર્જ ખલીફા પર શાહરુખ ખાનના 54માં જન્મદિવસ પર એક ખાસ વીડિયો ક્લિપ ચલાવી હતી. જેને શાહરુખે પોતાના ટ્વિટર પર શેર કર્યો છે અને મોહમ્મદ અલબાર અને બુર્જ ખલીફાનો આભાર વ્યક્ત કર્યો છે.

પોતાની બર્થ ડે ઇવનિંગ પર શાહરુખ બાંદ્રા સ્થિત સેન્ટ એન્ડ્ર્યૂઝ ઓડિટોરિયમ પહોંચ્યો હતો અને પોતાના ફેન્સ સાથે બર્થ ડે સેલિબ્રેટ કરી હતી.