એલી, ઉર્વશી બાદ હવે આ એક્ટ્રેસ સાથે જોડાયું હાર્દિક પંડ્યાનું નામ
જણાવીએ કે હાર્દિક અને એલી અવરામનું અફેર એ સમયે ચર્ચામાં આવ્યું હતું જ્યારે એલી હાર્દિકના ભાઈના લગ્નમાં જોવા મળી હતી. આમ તો હાર્દિક સાથે સંબંધને લઈને થતા સવાલને એલીએ ક્યારેય નકારી કાઢ્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યારબાદ અહેવાલ આવ્યા હતા કે હાર્દિક બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલ સાથે સમય વિતાવી રહ્યો છે. એક જાણીતા બિઝનેસમેનની પાર્ટીમાં હાર્દિક પંડ્યા ગયો હતો. આ પાર્ટીમાં ઉર્વશી પણ આવી હતી. કહેવાય છે કે, આ પાર્ટીમાં બન્નેની વચ્ચે સારી કેમેસ્ટ્રી જોવા મળી હતી. તે એક બીજાને મળ્યા અને બન્ને વચ્ચે લાંબી વાતચીત થઈ.
આ પહેલા અહેવાલ આવ્યા હતા કે હાર્દિક પંડ્યાનું અલી અવરામ સાથે બ્રેકઅપ થઈ ગયું છે. એલી કમિટમેન્ટ ઇચ્છતી હતી પરંતુ હાર્દિક રિલેશનને લઈને કેઝ્યુઅલ હતા. બન્ને વચ્ચે બોલાચાલી પણ થઈ. અંતે બન્નેએ સંબંધ તોડી નાંખ્યા.
ચર્ચા છે કે હાલમાં તે પોતાના નવા રિલેશનને એન્જોય કરી રહ્યા છે. તે ગુપચુપ રીતે લંચ અને ડિનર માટે જાય છે. હાલમાં તે એક બીજાને વધુમાં વધુ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
મીડિયા અહેવાલ અનુસાર, આજકાલ ઈશા ગુપ્તા અને હાર્દિક પંડ્યા એકબીજાની નજીક જોવા મળી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે, બન્ને એક પાર્ટીમાં મળ્યા હતા. ત્યાં તેમણે એકબીજા સાથે વાત કરી અને એક બીજાનો નંબર લીધો. બન્ને પોતાના સંબંધ એકબીજાથી છુપાવીને રાખવા માગે છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાનું નામ અત્યાર સુધી અનેક બોલિવૂડ એક્ટ્રેસ સાથે જોડાયું છે. અલી અવરામ અને ઉર્વશી રૌતેલ બાદ હવે અહેવાલ છે કે હાર્દિક પંડ્યા બોલ્ડ એક્ટ્રેસ ઈશા ગુપ્તાને ડેટ કરી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -