ટાઈગર શ્રોફને આ નવી હોટ હીરોઈન સાથે અફેર થતાં દિશા પટણી કરશે બ્રેક-અપ, જાણ વિગત
મુંબઇઃ બોલિવૂડમાં એક્ટર ટાઇગર શ્રોફ અને દિશા પટણી હોટ કપલના રૂપમાં જાણીતા છે. પરંતુ એક રિપોર્ટ્સ પ્રમાણે, ટાઇગર શ્રોફ અને દિશા પટણી વચ્ચે બ્રેકઅપ થઇ ગયુ છે અને બંન્ને અલગ થવા જઇ રહ્યા છે. આ બંન્ને કપલ ઘણા સમયથી રિલેશનશીપમાં હતા. ટાઇગર અને દિશા અનેકવાર ડિનર ડેટ પર સાથે દેખાઇ ચૂક્યા છે. પરંતુ બંન્નેએ ક્યારેય પણ મીડિયા સામે પોતાના રિલેશનને લઇને સ્વીકાર કર્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ્સ પ્રમાણે, તારા અને ટાઇગરની મિત્રતા દિશા પટણીને બિલકુલ પસંદ આવી રહી નથી જેને કારણે ટાઇગર અને દિશા અલગ થવા જઇ રહ્યા છે. નોંધનીય છે કે આ વર્ષે બાગી-2માં ટાઇગર અને દિશાએ સાથે કામ કર્યું હતું. ઓનસ્ક્રીન પણ બંન્નેની જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી.
શૂટિંગ દરમિયાન તારા સુતરિયા અને ટાઇગર સારા મિત્રો બની ગયા છે. બંન્ને સેટ પર ખૂબ મસ્તી કરે છે અને વાતો કરતા રહે છે. એટલું જ નહીં બંન્ને ફોન પર પણ ખૂબ વ્યસ્ત રહે છે. તાજેતરમાં જ મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં ટાઇગર અને તારા એકસાથે જોવા મળ્યા હતા.
એક રિપોર્ટ્સ અનુસાર, બંન્નેના બ્રેકઅપ પાછળનું કારણ એક્ટ્રેસ તારા સુતરિયાને ગણવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં ટાઇગર શ્રોફ તારા સુતરિયા સાથે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મને પૂનીત મલ્હોત્રા ડિરેક્ટ કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -