આલિયા ભટ્ટના મતે ભારતનો ક્યો સ્ટાર ક્રિકેટર જોરદાર જાસૂસ બની શકે એમ છે? જાણો વિગત
આલિયા ભટ્ટે કેકેઆરના ખેલાડી શિવમ માવીના ખૂબ વખાણ કર્યા. આલિયાએ કહ્યું, મને લાગે છે કે કેકેઆરના ફાસ્ટ બોલર શિવમ માવીમાં અનેક સંભાવનાઓ છે અને મને તે પસંદ છે. ઇજા હોવા છતાં ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. જો કોઈ યુવાની કહાની શેર કરવી હોય તો તે શિવમની જ હશે. આલિયા ભટ્ટની રાજી 12 મેના રોજ રિલીઝ થઈ રહી છે તેને મેઘના ગુલઝારે ડાયરેક્ટ કરી છે.
આલિયા ભટ્ટે આઈપીએલ 2018ને લઈને કહ્યું, ટૂર્નામેન્ટ સંપૂર્ણ રીતે પારિવારિક અનુભવ છે કારણ કે આ આખા પરિવારને મનોરંજન પૂરું પાડે છે. આઈપીએલની ખાસ વાત એ છે કે તે યુવાઓને સારી તક આપે છે જેથી તે પોતાની ટેલન્ટ બતાવી શકે.
આલિયા ભટ્ટ રાજી ફિલ્મમાં પાકિસ્તાનમાં કામ કરી રહેલ ભારતીય જાસૂસની ભૂમિકા ભજવી રહી છે. આલિયા વાતચીત દરમિયાન ધોની અને કેકેઆરના પેસર શિવમ માવીને લઈને ખૂબ વાત કરી. જ્યારે આલિયાને પૂછવામાં આવ્યું કે તેણે ક્યા ક્રિકેટર જાસૂસ માટે પરફેક્ટ લાગે છે તો તેણે જવાબ આપ્યો, મને લાગે છે કે મહેન્દ્ર સિંહ ધોની પરફેક્ટ જાસૂસ બનશે. તેના ફેશિયલ એક્સપ્રેશન્સ જોરદાર છે. મારા મતે ધોની આ ભૂમિકામાં માટે પરફેક્ટ ચોઈસ છે.
નવી દિલ્હીઃ આઈપીએલ 2018નો રોમાંચ તેની ચરમસીમાએ છે અને મેચોમાં હાર જીતનું રોમાંચક સમીકરણ જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, મેચ દરમિયાન બોલિવૂડ સ્ટાર પોતાની ફિલ્મોને પ્રમોટ કરવા પણ આવી રહ્યા છે. એવું જ કંઈક આલિયા ભટ્ટે કર્યું છે. આલિયા ભટ્ટની ફિલ્મ રાજી રિલીઝ માટે તૈયાર ચે અને તે રવિવારે કેન્ટ ક્રિકેટ લાઈવ પર પહોંચી. જ્યાં તેણે ક્રિકેટના દિગ્ગજ બ્રેટ લી અને ઇરફાન પટાણ સાથે વાતચીત કરી અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સીએસકેના સુપરહીલો મહેન્દ્ર સિંહ દોની વિશે ખૂબ જ રસપ્રદ વાત કરી.