નવી દિલ્હીઃ હોલિવૂડ એક્ટર નિકોલસ કેજ અને તેની ચોથી પત્ની એરિકા કોઈકે સત્તાવાર રીતે છૂટાછેડા લઈ લીધા છે. વેબસાઈટ ડેલીમેલ ડોટ કોમ યૂકે અનુસાર ત્રણ મહિનાના લગ્ન બાદ જ બન્ને છૂટા પડી ગયા છે. નિકોલસ કેજે દાવો કર્યો હતો કે તે લગ્ન સમયે દારૂના નશામાં હતો અને બન્ને લગ્નના ચાર દિવસ બાદ જ છૂટાછેડા માટે અરજી કરી હતી.



કોર્ટ રેકોર્ડ પ્રમાણે નેવાડાના ક્લાર્ક કાઉન્ટીના જજે 31મેના રોજ બંનેના છુટાછેડાને મંજૂરી આપી દીધી હતી. આટલી જલ્દીમાં છુટાછેડા લેવાના સવાલ પર કેજે કહ્યું કહ્યું કે આ લગ્ન એક પ્રકારની છેતરપિંડી હતી કારણ કે કોઈકે તેને પોતાના ગુનાહિત ઈતિહાસ અને તેને કોઈ સાથે રિલેશનશિપ હતા તે વિશે મને જણાવ્યું નહોતું.



બંનેએ 23 માર્ચે મેરેજ સર્ટિફિકેટ માટે અરજી કરી હતી અને બંનેને લગ્નનું સર્ટિફિકેટ પણ મળી ગયું હતું. જો કે લગ્નના કેટલાક કલાકો બાદ બંને બેલાઝિયો હોટલની બહાર ઝઘડતા જોવા મળ્યા હતા.