Esha Gupta: બૉલીવુડ એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ આશ્રમ વેબસીરીઝ પછી ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે, તેને પોતાના અભિનયના દમ પર લાખો ફેન્સને આકર્ષ્યા છે. ઇશા ગુપ્તાએ (Esha Gupta) ઇન્સ્ટાગ્રામ પર ફરી એકવાર પોતાની ખાસ તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. ઇશા ગુપ્તાનુ નામ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી અને હૉટ એક્ટ્રેસીસના લિસ્ટમાં સામેલ છે. એક્ટ્રેસ પોતાના બૉલ્ડ લૂકને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. 


ઇશા ગુપ્તાએ પોતાની એક લેટેસ્ટ તસવીર શેર કરી છે, જેમાં તેની પરફેક્ટ બૉડી જોઇ શકાછે. આ તસવીરમાં એક્ટ્રેસ ટૉન્ડ બૉડી ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે. આમાં તેને સેક્સી બિકીની લૂક જોવા મળી રહ્યો છે. આવુ પહેલીવાર નથી કે ઇશા ગુપ્તાએ પોતાની તસવીરોમાં સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ હોય, આ અગાઉ પણ તે સનબાથ લેતી તસવીરો શેર કરી ચૂકી છે. તે દરમિયાન તેની ટૉન્ડ બૉડી દેખાઇ રહી હતી. એ તસવીરોમાં એક્ટ્રેસે ટૉન્ડ બૉડીની સાથે સાથે પોતાની ક્લીવેજ પણ ફ્લૉન્ટ કરી હતી. 






ઇશા ગુપ્તાએ વર્ષ 2012માં ફિલ્મ 'જન્નત 2' થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ, જેમાં તેના અપૉઝિટ ઇમરાન હાશમી દેખાયો હતો. આ ઉપરાંત ઇશા ગુપ્તાએ બાદશાહો, ટોટલ ધમાલ, રાજ 3, કમાન્ડો 2, રૂસ્તમ જેવી કેટલીક મોટી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.






આ પછી ઇશા ગુપ્તાએ તાજેતરમાં જ ઓટીટી પર પોતાના શાનદાર અભિનયનુ પ્રદર્શન બતાવ્યુ છે. બૉબી દેઓલની હિટ વેબ સીરીઝ 'આશ્રમ 3'માં ઇશા ગુપ્તા જોવા મળી છે.