ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા બચ્ચનને મુંબઈની નાણાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બન્નેને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ પહેલા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન પણ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તો આવો હવે બચ્ચન પરિવારમાંથી કોણ કોરોનાથી સંક્રમિત થયું છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


ગયા શનિવારે અમિતાભ અને અભિષેકનો આવ્યો હતો રિપોર્ટ

ગયા શનિવારે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટરના માધ્યમથી લોકોને કોરોના રિપોર્ટ પોઝિટિવની જાણકારી આપી હતી. રિપોર્ટ પોઝિટિવ આવતાં જ અમિતાભ તાત્કાલિક નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા હતાં.

અમિતાભ બચ્ચનનો રિપોર્ટ આવ્યા બાદ થોડા સમય બાદ પુત્ર અભિષેક બચ્ચનને રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ પિતા અને પુત્રની સારવાર ચાલી રહી છે. બચ્ચન પરિવારના અન્ય સદસ્યોનો શું રિપોર્ટ આવ્યો તેની ચાહકો રાહ જોઈ રહ્યા હતાં. જોકે હવે પરિવારના તમામ લોકોને રિપોર્ટ આવી ગયો છે.

પહેલા રિપોર્ટમાં ઐશ્વર્યા અને આરાધ્યાને નહોતા કોરોનાના લક્ષણો

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચનને પણ કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હતો. બન્નેમાં કોરોનાના લક્ષણો નહોતા. ત્યારે જયા બચ્ચનનો પણ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

12 જુલાઈએ પોઝિટિવ આવ્યા ઐશ્વર્યા અને આરાધ્યા

ત્યાર બાદ 12 જુલાઈએ ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ ઐશ્વર્યા અને આરાધ્યા ઘર જ હોમ કોરોન્ટાઈન થયા હતાં. હવે સુત્રોની જાણકારી પ્રમાણે, બન્નેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી બન્નેને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બન્નેની સારવાર ચાલી રહી છે.